અમદાવાદ : પોલીસની કામગીરી કાયદો-વ્યવસ્થા જાળવવાની હોય છે. પોલીસ ક્યારેક એવા કામ કરે છે કે લોકો તેની પ્રશંસા કરતા હોય છે. પરંતુ કેટલાક લોકો લોકોની સેવા કરવાના બદલે ખોટા કામ કરે ત્યારે આ ખાખી પર ડાઘ લાગતા હોય છે. આવી એક ઘટના અમદાવાદમાં બની હતી. અમદાવાદમાં સોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દંપત્તિ પાસે 60 હજાર રૂપિયાના તોડકાંડમાં બે પોલીસ કર્મી સહિત એક TRB જવાનની સોલા પોલીસે ધરકકડ કરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ સોલા પોલીસ સ્ટેશન વિસ્તારના ઓગણજ સર્કલ પાસે એરપોર્ટથી એક પરિવાર પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો, એ દરમિયાન જ આરોપી પોલીસ કર્મીઓએ વેપારી પાસેથી પૈસા પડાવ્યા હતા. મધ્યરાત્રીના અરસા દરમિયાન કારને રોકીને વેપારી પાસે 2 લાખ રુપિયાની માંગ 2 પોલીસ કર્મીઓએ કરી હતી. પૈસા હાથ પર રોકડ રુપે નહીં હોઈએ પોલીસ કર્મીઓને રકમ એટીએમમાંથી જ ઉપાડીને આપ્યા હતા. A ટ્રાફિક પોલીસ સ્ટેશનના બે પોલીસ કર્મીએ એક દંપત્તિ પાસેથી 60 હજાર રૂપિયાનો તોડ કરતા પોલીસ કર્મીઓ ASI મુકેશભાઈ રામભાઈ ચૌધરી, પોલીસ કોન્સ્ટેબલ અશોકભાઈ જગમાલભાઈ પટેલ અને TRB જવાન વિશાલ સોલંકીની ધરપકડ કરીને હવે રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરી છે.
સોલા પોલીસે પોલીસ કર્મીઓની ધરપકડ કરતા આ કેસમાં લાંચ રૂશ્વત કેસની કલમનો ઉમેરો કરવા માટે તજવીજ હાથ ધરી છે. સાથે એ પણ તપાસ શરુ કરી છે કે આ સિવાય અન્ય લોકો પાસેથી પણ આ પ્રકારે પૈસા પડાવ્યા છે કેમ ?