22.3 C
Gujarat
Sunday, December 8, 2024

અમદાવાદના આ વિસ્તારમાં હાઈપ્રોફાઈલ જુગારધામ પર PCBના દરોડા, 19 જુગારીઓ સહીત 46 લાખનો મુદ્દામાલ ઝડપાયો

Share

અમદાવાદ : જન્માષ્ટમી નજીક આવતાં શ્રાવણીયા જુગારીયાઓ ખુલ્લેઆમ જુગાર રમતા ડરતા નથી. આવા જુગારીઓને પોલીસનો ખોફ પણ નથી. અમદાવાદના સૌથી હાઈ પ્રોફાઈલ ગણાતા એસજી હાઈવે પર થલતેજ ચાર રસ્તા નજીક જુગારનો અડ્ડો ઝડપાયો છે. અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન સરહદ વિસ્તારના ન્યૂયોર્ક ટાવરમાં હાઈપ્રોફાઈલ જુગારનો અડ્ડો ઝડપાયો છે. PCBએ દરોડો પાડીને 19 આરોપીઓને ઝડપી લઈ 46 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદમાં એસજી હાઈવે પર ન્યુયોર્ક ટાવરમાં ચાલતા જુગારધામ પર PCB એ દરોડા પાડી જુગાર રમી રહેલ 19 જુગારીયાઓ સહિત સાણંદ APMC ચેરમેનને પણ જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. જુગારીયાઓને જુગાર રમવા માટે ન્યૂયોર્ક ટાવરમાં 9 માં માળે ઓફિસ ભાડે રાખી હતી. આ જુગારધામ ધર્મેન્દ્ર ઉર્ફે ધમો પટેલ ચલાવતો હોવાનું પોલીસ દ્વારા જણાવ્યું હતું. જુગારીયાઓ પૈસા ગણવા માટે મશીન પણ રાખતા હતા.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ PCB શાખાનાં પોલીસ ઈન્સ્પેક્ટર એમ.સી. ચૌધરીને બાતમી મળી હતી કે, થલતેજ પાસે આવેલ ન્યૂયોર્ક ટાવરની અંદર 9 માં માળે બહારથી ખેલીઓ બોલીવી જુગાર રમી રમાતો હોવાની બાતમીનાં આધારે નવમાં માળે જઈ તપાસ કરતા ધર્મેન્દ્ર પટેલ જે પોતાની ઓફીસમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાતો હોવાની બાતમી મળતા પોલીસે રેડ કરતા 19 જુગારીયાઓ મળી તેમજ રોકડ રકમ, પૈસા ગણવાનું મશીન તેમજ ગાડીઓ જપ્ત કરી તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પકડાયેલા જુગારીયાઓ
1.ધર્મેન્દ્ર ઉર્ફે ધમો ઉંઝા રાયચંદભાઈ પટેલ (રહે. ઉંઝા)
2. મયુર ઉર્ફે મેહુલ સુરેશભાઈ ઠક્કર (રહે. ઈન્દ્રપ્રસ્થ-8, થલતેજ, અમદાવાદ)
3. કાળુજુ શકરાજી ડાભી (રહે. નિધરાડ, તા.સાણંદ, જી, અમદાવાદ)
4. જયેન્દ્રસિંહ ઉર્ફે મુકેશ લખુભા સિસોદિયા રહે. આશા સોસાયટી, સાણંદ
5. મનીષ ગોવિંદભાઈ પટેલ રહે. સ્ટલીંગ સીટી, બોપલ, અમદાવાદ
6. ડેવીસકુમાર સુરેશભાઈ પટેલ રહે. ઉંઝા
7. ઘેલુભા મુકેશસિંહ જુવાનસિંહ ઝાલા રહે. વાલકેશ્વર, સાણંદ
8. અમીરાભાઈ શંકરભાઈ જોષી રહે. ચન્દ્રનગર, ઉંઝા
9.ધર્મેન્દ્રકુમાર ધીરજભાઈ પટેલ રહે. તીર્થધામ, ઉંઝા
10.રાજેશકુમાર જેઠાભાઈ પટેલ રહે. ટુન્ડાવ, ઉંઝા
11. ખેંગારભાઈ મનજીભાઈ સોલંકી રહે. વિશાલ રેસીડન્સી, અમદાવાદ,
12.દિપકકુમાર મનસુખભાઈ ઠક્કર રહે. પોપ્યુલર ડોમેન, બોડકદેવ, અમદાવાદ
13.ધર્મેશ કાળીદાસ પટેલ રહે. એસ.જી.હાઈવે, અમદાવાદ
14.ભુપતભાઈ સોમાભાઈ ચૌહાણ રહે. વાઠવાડી, તા. મહેમદાવાદ
15. તેજાભાઈ કરશનભાઈ તુરી રહે. પંચાસર, તા. શંખેશ્વર
16. સજ્જનસિંગ અર્જુનસિંગ રાજપૂત રહે. રબારીવાસ, મેમનગર, અમદાવાદ
17. મોહનભાઈ નવલભાઈ કલાલ રહે. પ્રજાપતી વાસ, આંબલી, અમદાવાદ
18.દેવીલાલ ભીમજીભાઈ પ્રજાપતિ રહે. ઉપરગામ, રાજસ્થાન
19. ગંગારામ મોગજી પટેલ રહે. નૌલી, જી. ઉદયપુર

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles