અમદાવાદ : અમદાવાદમાં છેલ્લા થોડાક દિવસમાં ગુનાનો ગ્રાફ ઊંચો જતો હોય તેવું દેખાઈ રહ્યું છે.મંગળવારે રાતે શહેરના IIM રોડ પર બંટી-બબલીએ અકસ્માત થયો છે, તેમ કહીને આંગડિયા પેઢીના કર્મચારી સાથે ઝઘડો કર્યો હતો. થોડી જ વારમાં 25 લાખ રૂપિયાની કિંમતના મુદ્દામાલ ભરેલી બેગ લઈને ફરાર થઈ ગયા હતા. આ વાતની જાણ પોલીસને થતા પોલીસે સીસીટીવીના આધારે બંટી-બબલીને શોધવાનો પ્રયાસો શરૂ કરી દીધા છે.
એક રિપોર્ટ મુજબ અમદાવાદના આઇઆઇએમ વિસ્તારમાં આજે લૂંટનો બનાવ બન્યો હોવાની વિગતો સામે આવી રહી છે. આંગડિયા પેઢીનો કર્મચારી સીજી રોડથી 25 લાખની મતદાન ભરેલી બેગ લઈને સિંધુભવન રોડ તરફ જઈ રહ્યા હતા. ત્યારે IIM બ્રિજ નજીક અજાણ્યા યુવક-યુવતી તેની સાથે ઝઘડો કરવા લાગ્યા હતા. તેને કહેવા લાગ્યું હતું કે, તે કેમ અકસ્માત કર્યો છે અને થોડી જ વારમાં બંન્ને યુવક-યુવતીએ આંગડિયા પેઢીના કર્મચારી સાથે ઝપાઝપી કરી અને તેની પાસે રહેલી કિંમતી બેગ લઈને રફૂ ચક્કર થઈ ગયા હતા.
આ બનાવની જાણ થતા પોલીસ દ્વારા અલગ-અલગ જગ્યાએ નાકાબંધી કરવામાં આવી હતી. તેમજ અજાણ્યા યુવક-યુવતીને શોધવા માટે પોલીસ અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અલગ અલગ ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.અમદાવાદમાં રોજ-બરોજ બનતા ચોરી, લૂટના બનાવો શહેર પોલીસની વ્યવસ્થા પર એક ડાઘ સમાન છે.