ગાંધીનગર : ગુજરાત પોલીસના જવાનો માટે સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ગુજરાત પોલીસ અને એસબીઆઈ વચ્ચે મહત્વપૂર્ણ MOU કરવામાં આવ્યા છે. જેના કારણે પોલીસના જવાનોની સેલેરી અકાઉન્ટ સાથે પોલીસ જવાનોને વિશેષ લાભો અપાશે. પોલીસ જવાનોને રૂપિયા 1 કરોડનો અકસ્માત વિમો પણ મળશે. જન્માષ્ટમીના પાવન પર્વ પર ગુજરાત પોલીસ આલમમાં ફરજ બજાવતા કર્મચારીઓ માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગુજરાત પોલીસ અને SBI વચ્ચે મહત્વપૂર્ણ MOU કરવામાં આવ્યા છે. જેના કારણે પોલીસના જવાનોની સેલેરી અકાઉન્ટ સાથે પોલીસ જવાનોને વિશેષ લાભો અપાશે. આ લાભો વિશે વિગતે વાત કરીએ તો સૌથી પહેલા તો પોલીસ જવાનોને રૂપિયા 1 કરોડનો અકસ્માત વિમો મળશે. જેના ફળસ્વરૂપે સેલેરી અકાઉન્ટ સાથે પોલીસ જવાનોને વિશેષ લાભો પણ આપવામાં આવશે. જેમાં સંપૂર્ણ અને આંશિક વિકલાંગતામાં રૂ.80 લાખથી 1 કરોડનો વીમો અપાશે. વધુમાં એર એમ્બ્યુલન્સ, દવાઓ જેવી બાબતોમાં પણ પોલીસ જવાનોને લાભ મળે તેવો સાનુકૂળ નિર્ણય કરવામાં આવ્યો છે.
નોંધનીય છે કે ચાલુ નોકરી દરમિયાન અકસ્માતને લઈને ભૂતકાળમાં રાજ્યમાં ઘણા પોલીસ કર્મચારીઓના નિધન થયા હતા. બાદમાં સામાન્ય પગાર ધરાવતા પોલીસ કર્મચારીના મૃત્યુ બાદ પરિવાર નોંધારો બને છે અને તેમના ભરણપોષણના પ્રશ્નો ઉભા થતા હોય છે. ત્યારે સરકાર દ્વારા મહત્વનો નિણર્ય કરાયો છે.