અમદાવાદ : અમદાવાદ શહેરમાં ISKCON Bridge ઈસ્કોન બ્રિજ પર જેગુઆર કારથી 9 લોકોને કચડી નાંખનાર આરોપી તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલની મુશ્કેલીઓ વધી રહી છે. અકસ્માત સ્થળે લોકોને રિવોલ્વર કાઢીને ધમકાવવાના ગુનામાં પોલીસે તેની ધરપકડ કરી હતી. સાબરમતિ જેલમાં બંધ રહેલા પ્રજ્ઞેશ પટેલે હાઈકોર્ટમાં હંગામી જામીન માટે અરજી કરી હતી. આ અરજીની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે પ્રજ્ઞેશ પટેલના જામીન ફગાવી દીધા હતાં.
સરકારી વકીલ જણાવ્યું હતું કે પ્રજ્ઞેશ પટેલે 4 સપ્ટેમ્બરે તબિયત સારી ન હોવાની વાત કરી હતી. તેથી ગ્રામ્ય કોર્ટે કેન્સર હોસ્પિટલમાં તપાસ કરાવવા જણાવ્યું હતું. જે બાદ 8 સપ્ટેમ્બરે તપાસ માટે કેન્સર હોસ્પિટલ જવાનો પણ પ્રજ્ઞેશ પટેલે ઈનકાર કર્યો હતો. તપાસ માટે હોસ્પિટલ ન જતાં તબીબી દસ્તાવેજો રેકોર્ડ પર ન આવતા કોર્ટે અરજી ફગાવી છે.