અમદાવાદ : અમદાવાદમાં ગાંધી આશ્રમ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં વિસ્થાપિતોના પુનઃ સ્થાપનની કાર્યવાહી લગભગ પૂરી થઈ ગઈ હોવાથી હવે રિડેવલપમેન્ટનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. આના પગલે એએમસી (અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન) ડિસેમ્બરના Gandhi Ashram Redevelopment અંત સુધીમાં કાર્ગો મોટર્સથી RTO સુધીનો આશ્રમ રોડ કાયમી ધોરણે બંધ કરવાનું છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ આશ્રમ રોડના 750 મીટર લાંબા આ એકશનને કાયમી ધોરણે બંધ કરવાની હિલચાર હાથ ધરવામાં આવી છે. વાડજમાં ગાંધીઆશ્રમ મેમોરિયલ એન્ડ સંકુલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અને રામદેવ પીર ટેકરા ઝુંપડપટ્ટી પુનર્વસન એમ બે મહત્વાકાંક્ષી પ્રોજેક્ટના ભાગરૂપે કાર્ગો મોટર્સથી આરટીઓ સુધીના આશ્રમ રોડને કાયમી ધોરણે બંધ કરવામાં આવશે.
આ રોડ બંધ કરવાના કારણે સર્જાનારી મુશ્કેલી નીવારવા માટે Gandhi Ashram Redevelopment કાર્ગો મોટર્સની બાજુમાં આવેલા 18 મીટરની પહોળાઈના રસ્તાને ખોલવામાં આવી રહ્યો છે. આના પગલે હવે નવો રૂટ વાયા પ્રબોધ રાવલ બ્રિજ મારફતે સૂચિત 24 મીટર પહોળા રસ્તાને સાંકળવામાં આવશે. નવો રુટ 132 ફૂટના રિંગ રોડ સાથે જોડાશે.
સાબરમતી રિવરફ્રન્ટનો પશ્ચિમ કાંઠાનો રસ્તો રામાપીરના ટેકરા થઈને 24 મીટર પહોળાઈના રસ્તા સાથે સીધો જોડાશે. આ રસ્તો રાણીપ ખાતેના GSRTC બસ સ્ટેન્ડ સુધી પહોંચશે. આ ડેવલપમેન્ટ પ્રોજેક્ટને સરળ બનાવવા માટે હાલમાં ચંદ્રભાગા નાળા સાથે જમીન પુનઃ પ્રાપ્ત કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે.
આશ્રમ રોડ બંધ કરવા ઉપરાંત વાડજ ઝૂપંડપટ્ટીના પુનર્વસન અને Gandhi Ashram Redevelopment ગાંધી આશ્રમ પુનર્વસન પ્રોજેક્ટ માટે એએમસી નવું જ રોડ નેટવર્ક સ્થાપશે. ગાંધી આશ્રમ સંકુલ અને વાડજ ઝૂંપડપટ્ટીના પુનઃ વિકાસ પ્રોજેક્ટ સહિત બંને પ્રોજેક્ટને સુસંગત રહીને 10 જેટલા આંતરિક રસ્તા તૈયાર કરવાની વેચારણા છે. આ માટે ટીપી સ્કીમ 28માં ફેરફાર કરવામાં આવ્યા છે.
AMC ગાંધી આશ્રમ વિકાસ યોજના હેઠળ પાણી પુરવઠા વિતરણ નેટવર્ક માટે 29.28 કરોડ, ડ્રેનેજ નેટવર્ક પાછળ 12.21 કરોડ અને વરસાદી પાણીના નિકાલ માટે 28.62 કરોડના પ્રોજેક્ટની મંજૂરી આપવામાં આવી છે. આ સિવાય આ પ્રોજેક્ટમાં 51.43 કરોડના ચંદ્રભાગા નેચરલ ડ્રેઇન નેટવર્કનો પણ સમાવેશ થાય છે.