29.7 C
Gujarat
Thursday, October 10, 2024

સાવધાન ! હાઉસીંગના રહીશો, રિડેવલમેન્ટ પ્રક્રિયા દરમ્યાન, જો…જો…તમારા ચેરમેન-સક્રેટરી બિલ્ડરનાં ખોળામાં બેસી ન જાય…!!

Share

અમદાવાદ : નારણપુરા, સોલા અને નવા વાડજમાં અનેક હાઉસીંગ વસાહતો આવેલ છે. જેમાં આંગળીના વેઢે ગણી શકાય એટલી બે-પાંચ હાઉસીંગ વસાહતોમાં રિડેવલમેન્ટની પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં કયાંક સંમતિ લેવાયા બાદ હાઉસીંગ બોર્ડ દ્વારા ટેન્ડરીંગ પ્રક્રિયા બાદ બિલ્ડર નક્કી કરીને સોસાયટીઓમાં વાટાઘાટો ચાલી રહી છે.જેમાં મુખ્યત્વે સૌથી પૈચીદો પ્રશ્ન છે ગીફટ મની..કયાંક ફર્નીચરના તરીકે, તો કયાંય રોકડ તરીકે ગીફટ મનીની ડિમાન્ડ થઈ રહી છે.

પ્રાપ્ત વિગતો મુજબ હાઉસીંગ રિડેવલમેન્ટમાં બિલ્ડર દ્વારા ગીફટ મનીનો મુદ્દો હાલ ચર્ચામાં છે, જોવા જઈએ તો ખાનગી એપાર્ટમેન્ટમાં રિડેવલપમેન્ટમાં બિલ્ડરો દ્વારા ફર્નીચરના નામે ગીફટ મની આપી રહ્યાં છે ત્યારે હાઉસીંગ વસાહતોમાં પણ ગીફટ મનીની માંગ પ્રબળ બની છે.નવા વાડજના ઉત્સવ એપાર્ટમેન્ટ સહિત નારણપુરામાં ચાર-પાંચ હાઉસીંગ વસાહતોમાં ગીફટ મનીને લઈને સમગ્ર પ્રોજેક્ટ ઘોંચમાં હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું ત્યારે બિલ્ડરો દ્વારા ગીફટ મની આપવાનો ઈન્કાર કરી રહ્યાં છે, પરંતુ જોવા જઈએ તો અત્યાર સુધી જે જે પ્રોજેકટો રિડેવલમેન્ટમાં ગયા છે એમાંય કયાંક ગીફટ મની અપાયા છે તો કયાંક બિલ્ડરોએ ચેરમેન-સેક્રેટરીઓ સાથે સાંઠગાંઠ કરીને ગીફટ મની આપ્યા નથી.આમ બિલ્ડરોએ ગીફટ મની ન આપવા પડે માટે શોર્ટ કટ અપનાવી ચેરમેન-સેક્રેટરી સાથે બંધબારણે સેટીંગ કરીને હાઉસીંગના રહીશોને ગીફટ મની ન આપવાનો કારશો રચ્યો હોવાનું સુત્રો જણાવી રહ્યાં છે.

એક હાઉસીંગ આગેવાનના જણાવ્યા મુજબ સરકારની પોલીસીમાં મુળ બાંધકામના 40 ટકા વધુ અને નવુ બાંધકામ આપે છે પરંતુ બિલ્ડરો દ્વારા એલોટમેન્ટમાં મુળ ફલેટધારકોને પાછળની સાઈડમાં આપવામાં આવી રહ્યા છે.પ્રાઈમ લોકેશનમાં બિલ્ડરો પોતાના ફલેટ બનાવતા હોવાનું જાણવા મળ્યું છે સાથેસાથે અનેક મુદ્દે બિલ્ડરો પોતાનું ધાર્યુ કરી રહ્યા છે અથવા તો બિલ્ડરો ચેરમેન સેક્રેટરીને હાથો બનાવી પોતાનું ધાર્યુ કરાવી રહ્યા છે.જેથી મોટી સંખ્યામાં હાઉસીંગના રહીશો નારાજ છે, તેમ છતાં જો બિલ્ડરો દ્વારા ગીફટ મની ન આપવામાં આવે તો હાઉસીંગના રહીશોને ખૂબ જ અન્યાય કરી રહ્યા છે. તેઓએ વધુમાં ઉમેર્યુ હતું કે જો બિલ્ડર દ્વારા સમગ્ર રિડેવલમેન્ટ પ્રક્રિયામાં ગીફટ મની સહિતના મુદ્દે પોતાનું ધાર્યુ કરે તો જે તે સોસાયટીઓ હાઉસીંગ બોર્ડને લેખીતમાં જણાવી અન્ય બિલ્ડર માટે કહી શકે છે.

હાઉસીંગની રિડેવલમેન્ટ પોલીસીમાં કયાંય ગીફટ મનીનો ઉલ્લેખ નથી, સાથે સાથે એવો પણ કોઈ ઉલ્લેખ નથી કરાયો કે જેમાં કહેવામાં આવ્યું છે કે ગીફટ મની ન આપવી, જો હોય તો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો હોય કે ગીફટ મની પર પ્રતિબંધ છે.આમ પોલીસી વખતે ગીફટ મની મુદ્દે લોકો પર છોડી દેવામાં આવ્યું હોવાનું જાણકારો માની રહ્યાં છે.જયાં રહીશો અને બિલ્ડર વચ્ચે સહમતી સધાય તો આપી શકાય અને ન સધાય તો ઈન્કાર પણ કરી શકાય એમ છે.
નારણપુરા, સોલા અને નવા વાડજની હાઉસીંગ વસાહતોના રિડેવલપમેન્ટના ભણકારા વાગી રહ્યા છે ત્યારે, હાઉસીંગના રહીશો કે જે નિમ્ન મધ્યમ વર્ગમાં વહેંચાયેલ છે એમાંય ખાસ કરીને એલઆઈજી અને એમઆઈજી હાઉસીંગના મોટા ભાગના રહીશો ખૂબ જ દયનીય પરિસ્થિતિમાં છે.ત્યારે આવા રહીશોને ગીફટ મની મળે અને તેઓની માંગણીઓને વાચા મળે તે હેતુ સાથે આ રજૂઆત સરકાર, બિલ્ડર અને નાગરિકો સુધી પહોંચાડવાનો આ નમ્ર પ્રયાસ છે.

(નોંધ : જે હાઉસીંગ વસાહતો જર્જરીત છે અને લોકો જીવન જોખમે જીવી રહ્યા છે એવા લોકોએ તાત્કાલિક રીપેરીંગ કરાવી દેવું જોઈએ અથવા તો રિડેવલમેન્ટની પ્રક્રિયામાં જોડાઈ જવું જોઈએ, જાન હૈ તો જહાન હૈ…)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles