અમદાવાદ : અમદાવાદના ગોતામાં આવેલ ગોતા બ્રહ્મસમાજ મિત્ર મંડળ દ્વારા તાજેતરમાં શ્રાવણની અમાસે કિરીટભાઈ દવે દ્વારા 51 ભૂદેવો માટે સમૂહભોજન રાખવામાં આવ્યું હતું અને દરેક ભૂદેવને ગણેશજીની મૂર્તિ ભેટ આપવામાં આવી હતી.
તમે અનેક મિત્ર મંડળોને અનેક સામાજીક, ધાર્મિક કાર્યો કરતા જોયા હશે, પરંતુ અમદાવાદના ગોતામાં આવેલ ગોતા બ્રહ્મસમાજ મિત્ર મંડળની વાત કંઈક અલગ તરી આવે છે. તાજેતરમાં ગોતા બ્રહ્મસમાજ મિત્ર મંડળ દ્વારા નૂતન યજ્ઞોપવિતની ભવ્ય સફળતા બાદ શ્રાવણની અમાસે કિરીટભાઈ દવે દ્વારા 51 ભૂદેવો માટે સમૂહભોજન રાખવામાં આવ્યું હતું અને દરેક ભૂદેવને ગણેશજીની મૂર્તિ ભેટ આપવામાં આવી હતી.
મંડળના રેશ્મા પંડિતના જણાવ્યા મુજબ ગોતા બ્રહ્મસમાજ મિત્ર મંડળ એ ગુજરાતનું પ્રથમ એવું મિત્ર મંડળ છે કે જે નિઃશુલ્ક કામ કરી રહ્યું છે આ ઉપરાંત મંડળની વિશેષતા એ છે કે મંડળમાં ન કોઈ પ્રમુખ, ન કોઈ મંત્રી અને ન કોઈ સભ્ય ફી, કોઈ પણ પ્રકારના હોદ્દેદારો વગર કામ કરી રહ્યું છે. ગોતા બ્રહ્મસમાજ મિત્ર મંડળ દ્વારા શ્રાવણની અમાસે કિરીટભાઈ દવે દ્વારા 51 ભૂદેવો માટે સમૂહભોજન રાખવામાં આવ્યું હતું અને દરેક ભૂદેવને ગણેશજીની મૂર્તિ ભેટ આપવામાં આવી હતી.
આ અગાઉ રક્ષાબંધન નિમિત્તે ગોતા વિસ્તારમાં આવેલ સોમનાથ મહાદેવ મંદિર ખાતે ગોતા બ્રહ્મસમાજ મિત્ર મંડળ દ્વારા નૂતન સમુહ યજ્ઞોપવિત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભૂદેવો જોડાયા હતા. તેમજ આચાર્ય પદે રહેલ શાસ્ત્રી જી દ્વારા યોગ્ય મંત્રોચ્ચાર અને શાસ્ત્રોકત વિધિ કરવામાં આવી હતી. આ કાર્યક્રમની ઉજવણી નિશુલ્ક રાખવામાં આવી હતી.