અમદાવાદ : અમદાવાદમાં AMCનો આરોગ્ય વિભાગ ફેંકી રહ્યું છે ગ્રેનેડ? તમે આ સાંભળી ચોક્કસ ચોંકી ઉઠ્યા હશો પણ ધીરજ રાખજો. આ કોઈ ગ્રેનેડ નથી, ગ્રેનેડ બૉમ્બ નથી પણ સૂતળીના બનેલા ગ્રેનેડ બોલ છે. જે એક ખાસ પ્રકારનું ખાસ ઓઇલ ઉપયોગ કરી મચ્છરના પોરાંઓનો નાશ કરે છે. AMC આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં એક અંદાજ મુજબ 1500થી વધુ સુતરીના બોલ બનાવી એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે.
AMC આરોગ્ય વિભાગના મેડિકલ હેલ્થ ઓફિસર ડો ભાવિન સોલંકીએ પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન જણાવ્યું હતું કે, મચ્છરજન્ય રોગચાળો અટકાવવા માટે સૂતળી બોલ દ્વારા એમએલઓ ઓઇસન છંટકાવ આ રીતે કરવામાં આવે છે. જેથી મચ્છરોના પોરાં થયા પહેલાં જ ખતમ થઈ જાય. આ પદ્ધતિનો ઉપયોગ કોઈ પણ એકમ, જગ્યાઓ કે જેની છત ઉપર ચડવા માટે સીડી અથવા અન્ય કોઈ વિકલ્પ ન હોય, ઘર બંધ હાલતમાં હોઈ, રેલવે લાઇનની આજુબાજુના ખાડાઓ કે જ્યાં આપણે પહોંચી શકતા નથી. તેવી તમામ જગ્યાઓએ આ પ્રકારની કામગીરી કરવામાં આવે છે.
આ સૂતળીના બોલનો ઉપયોગ કરતા પહેલાં 2-3 કલાક સુધી ઓઇલ ભરેલા પાત્રમાં બોળી રાખવામાં આવે છે. જ્યારે કામગીરી શરૂ કરતા પાણી ભરાયેલા જગ્યાઓ ઉપર ફેંકી સદર પાણીમાં એમએસઓ છંટકાવ કરવામાં આવે છે. આ રીતે મચ્છર ઉપ્તન્ન કરતા હિડન સોર્સ શોધીને તેમાં પણ જંતુનાશક દવાનો છંટકાવ મેલેરિયા વિભાગ દ્વારા કરવામાં આવે છે.