અમદાવાદ : અમદાવાદમાં AMC દ્વારા મહિલાઓ માટે પિન્ક ટોયલેટ બનાવવામાં આવી રહ્યા છે. શહેરની 21 જગ્યા પર આ પિન્કટોયલેટ બનાવવાનો નિર્ણય કરાયો છે. 21 પૈકી પાંચ પિન્કટોયલેટ બની તૈયાર થઇ રહ્યા છે. કાંકરીયાના ગેટ નંબર ત્રણ પાસે ટોયલેટ તૈયાર કરવામાં આવ્યુ છે. જેનું થોડા દિવસોની અંદર લોકાર્પણ કરવામાં આવશે.
પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદમા AMC દ્વારા શહેરમાં અલગ અલગ સ્થળ પર પિન્ક ટોયલેટ બનાવવાનો નિર્ણય કર્યો હતો. આ પિન્ક ટોયલેટની ખાસિયતો વિશે વાત કરીએ તો આ ટોયલેટમાં પાંચ ટોઇલેટ શીટની સુવિધા હોય છે. આ સાથે ચેન્જિંગ અને બેબી ફિડિંગ રૂમ, કેર ટેકર રૂમ માટે અલગ રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે. ટોયટેલમાં સેનેટરી પેડનું વેન્ડીંગ મશીન હશે. દિવ્યાંગ મહિલાઓ, બાળકીઓ માટે નીચી ટોયલેટ શીટ પણ હોય છે.
આ સાથે જ આ સાથે જ મહિલાઓ માટેના આ ખાસ પિન્ક ટોયલેટમાં હેન્ડ ડ્રાયર, અરીસો, લિક્વીડ શોપ સહિતની સુવિધા પણ હશે. આકર્ષક એલીવેશન, વીટ્રીફાઇડ ટાઇલ્સ વર્ક, પિન્ક કલર થીમ વોશ બેઝીન વીથ મીરર, સેનેટરી પેડ વેન્ડીગ મશીન તેમજ ઇન્સીનરેટર મશીન, સિટીગ એરિયા તેમજ ફર્નિચર વર્ક, ગ્રીન એનર્જી કન્સેપ્ટના ભાગ રૂપે સોલર રૂફ ટોપ વગેરેની સુવિધા હશે.
તમને જણાવી દઈએ કે અગાઉ મહિલાઓ માટે ખાસ એક રજૂઆત કરવામાં આવી હતી. જાહેર જગ્યા પર સુવિધા સાથે ટોયલેટ ઉભા કરવામાં આવે. જે અંતર્ગત 21 પૈકી પિન્ક ટોયલેટ બની તૈયાર થઇ રહ્યા છે.