27.1 C
Gujarat
Thursday, November 21, 2024

RTO દ્વારા ટુ-ફોર વ્હીલરની HSRP નંબર પ્લેટની ફીમાં ત્રણ ગણો વધારો, 15મી ઓક્ટોબરથી લાગુ પડશે

Share

અમદાવાદ : RTO દ્વારા વાહનોમાં HSRP નંબર પ્લેટ લગાવતી કંપનીને કામગીરી બંધ કરાવીને ડિલરોને આ કામ સોંપાયું છે. જોકે આ બહાને વાહન વ્યવહાર વિભાગે નંબર પ્લેટની ફીમાં ત્રણ ગણો વધારો કરી નાખ્યો છે. ટુ-વ્હીલરથી લઈને ફોર-વ્હીલર સુધીની HSRP નંબર પ્લેટનો ચાર્જ વધારી દેવામાં આવ્યો છે.

મીડિયા રિપોર્ટ મુજબ, RTO વિભાગ દ્વારા HSRP નંબર પ્લેટની ફી વધારાઈ છે. જે મુજબ ટુ-વ્હીલરની ફી જે પહેલા 160 રૂપિયા હતી તે વધારીને 495 કરી દેવાઈ છે. તો કારની નંબર પ્લેટની ફી 450થી વધીરને 781 રૂપિયા કરી દેવાઈ છે. ખાસ વાત એ છે કે RTO વિભાગ દ્વારા નંબર પ્લેટનો કોન્ટ્રાક્ટ વર્તમાન કંપનીને જ સોંપવામાં આવ્યો છે. તો વાહન ડીલરોને પણ નંબર પ્લેટ લગાવવા માટે 100 રૂપિયા ફીટમેન્ટ ચાર્જ આપવામાં આવશે.

આવી જ રીતે વ્હીકલ ફીટનેસનું કામ 15મી ઓક્ટોબરથી ખાનગી કોન્ટ્રાક્ટરને સોંપવામાં આવી રહ્યું છે. અગાઉ ફીટનેસની ફીમાં 400રૂ.માં કચેરીમાંથી સર્ટિફિકેટ મફત મળતું હતું, હવે આ માટે RC બુકનું કામ કરતી કંપનીને કોન્ટ્રાક્ટ અપાતા સર્ટિફિકેટ માટે રૂ.200 ફી ચૂકવવી પડશે. જેથી રીક્ષા-ટેક્સીની ફી જે હાલ 400 છે તે 15મી ઓક્ટોબરથી વધી જશે અને 600 થઈ જશે. આવી જ રીતે અન્ય મોટા વાહનોની ફી પણ વધી જશે.

નંબર પ્લેટ (એસએચઆરપી)ની ફી કંપનીમાં જમા થાય છે. જેમાંથી વાહન ડીલરોને નંબર પ્લેટ ફીટ કરવા માટેનો રૂ. 100 ફિટમેન ચાર્જ મળે છે. આ સિવાય ડિલરોના માણસો ચા-પાણીના નામે સામાન્ય રકમ લેતા હોય છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles