અમદાવાદ : ગુજરાતમાં અબજોના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવા PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસ માટે અમદાવાદ આવી ગયા છે. આજે તેઓ સમી સાંજના સમયે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. દરમિયાન ભાજપના નેતાઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને સભ્યો ઉપરાંત નરેન્દ્ર મોદીના ટેકેદારો અહીં હાજર રહ્યા હતા. તેમણે આ દરમિયાન ઓપન જીપમાં CM ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાથે રોડ શો પણ કર્યો હતો.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ PM મોદીએ મંગળવારે સાંજે બે દિવસીય ગુજરાત પ્રવાસ પર અમદાવાદ પહોંચ્યા છે. આ દરમિયાન ઓપન જીપમાં CM ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાથે રોડ શો પણ કર્યો હતો. એરપોર્ટ નજીક જ નારી શક્તિ વંદન-અભિનંદન કાર્યક્રમમાં સામેલ થયા હતા. આ અગાઉ તેમણે ખુલી જીપમાં સબાસ્થળ તરફ રોડ શો કર્યો, જેમાં હજારો લોકોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. PM મોદી કાર્યક્રમ બાદ રાજભવન જશે અને ત્યાં જ રાત્રી રોકાણ કરશે.
અમદાવાદમાં PM મોદીએ કહ્યું કે, નારી શક્તિ વંદન અધિનિયમ મારી બહેનોના સપનાને પુરા કરવાની ગેરેન્ટી છે. તેમણે આ કાર્યક્રમમાં મહિલાઓને તેમની બહેનો કહીને સંબોધન કર્યું હતું.નારીશક્તિ વંદન કાર્યક્રમમાં કેસરી સાફા અને ખેસ સાથે મોટી સંખ્યામાં મહિલાઓ ઉમટી પડી હતી. PM મોદી એરપોર્ટ પર સભા સ્થળ સુધી ખુલ્લી જીપમાં મહિલા કાર્યકર્તાઓનું અભિવાદન ઝીલ્યું હતું.