અમદાવાદ : દિવાળી વેકેશન અને વતનમાં તહેવાર કરવા માટે લોકો એડવાન્સ બુકીંગ કરાવી રહ્યા છે. જેના કારણે ટ્રેન, ફ્લાઈટ અને બસમાં બુકીંગ કરાવી રહ્યા છે. ટ્રેનમાં વેટીંગ પણ વધી રહ્યુ છે. છેલ્લી ઘડી જો જવાનુ પ્લાન કરતા હતો તો ટિકિટ મળશે કે નહી તેની ચિંતા રહેશે. પરંતુ એસટી નિગમ દ્વારા દિવાળીના તહેવાર માટે 2 હજારથી વધુ બસો વધારાની દોડાવવાના છે. જેના કારણે પ્રવાસી પોતાના પવન પહોચવામાં સરળતા રહે.
દરેક તહેવાર અથવા તો ધાર્મિક પ્રસંગ, મેળા ત્યારે એસટી નિગમ દ્વારા પ્રવાસીઓની સુવિધા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવે છે. ત્યારે દિવાળીના તહેવારમાં પણ લોકો ફરવા અથવા તો પોતાના વતન જતા હોય છે. જેના કારણે પ્રવાસીઓનો ધસારો વધી જતો હોય છે. ગયા વર્ષે દિવાળીમાં 1500 જેટલી બસો દોડાવી હતી. અને 6 કરોડથી વધુની આવક થઇ હતી. જ્યારે આ વર્ષે 2200 જેટલી એકસ્ટ્રા બસોનું સંચાલનનું આયોજન કરાયું છે. જે એ જ બતાવે છે કે મુસાફરોની સંખ્યામાં આ વખતે ગત વર્ષની સરખામણીએ વધુ વધારો નોંધાઈ શકે છે.
ST વિભાગ દ્વારા 2200 જેટલી એક્સ્ટ્રા બસોના સંચાલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સૌથી વધારે 1700 બસ માત્ર સુરત શહેર માટે જ ફાળવવામાં આવી છે. કારણ કે સુરત શહેર કાપડ અને રત્ન ઉદ્યોગ સાથે જોડાયેલું સૌથી મોટું શહેર છે. સુરતમાં સૌથી વધારે નોકરિયાત વર્ગ જોવા મળે છે, મોટાભાગે અન્ય રાજ્યના લોકો ત્યાં વસવાટ કરીને નોકરી કરતા હોય છે. જેથી સુરત શહેરથી સૌથી વધારે લોકો પોતાના વતન એવા અન્ય શહેર વડોદરા, અમદાવાદ, રાજકોટ કે પછી સૌરાષ્ટ્રના શહેર જતા હોય છે. જેને લઈને સુરત માટે જ માત્ર 1700 જેટલી બસોની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ સિવાય દાહોદ, પંચમહાલ જેવા જિલ્લાઓમાં પણ એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવ્યું છે. તે સિવાય દિવાળી પર્વ પર જો કોઈ પણ સ્ટેશન કે ડેપો ખાતે મુસાફરોની સંખ્યા વધે અને ભીડ થાય તો તેવા સમયે ત્યાંના મેનેજરને જરૂર જણાય તે પ્રમાણે એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવા પણ સૂચન કર્યું છે. જેથી મુસાફરોની ભીડને પહોંચી શકાય અને લોકોને સુવિધા પણ આપી શકાય. એક્સ્ટ્રા બસો 7 નવેમ્બરથી દિવાળીના સમયગાળા દરમિયાન ચલાવવામાં આવશે.