અમદાવાદ : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આવતીકાલે રમાનારી World Cup ની ફાઈનલ મેચને લઈ તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે.આવતીકાલે એટલે કે રવિવારે ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડકપની ફાઇનલ મેચને લઈ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.આ મેચ જોવા માટે સ્ટેડિયમમાં 1 લાખથી વધુ પ્રેક્ષકો આવવાની શક્યતા છે. આ દરમિયાન હવે મેચની ટિકિટની કાળાબજારી કરતાં ઇસમો સામે પોલીસે લાલ આંખ કરી છે. અમદાવાદ પોલીસે એક વ્યક્તિને ફાઇનલ મેચની ટિકિટ બ્લેકમાં વેચતા ઝડપી લીધો છે.
Let’s unite in support of India, expressing our enthusiasm with the shoutout, “Time to bleed blue!”
Together, let’s firmly reject any involvement in black ticketing practices.@sanghaviharsh @GujaratPolice @cricketworldcup #AhmedabadPolice pic.twitter.com/fKZbYUjqvR
— Ahmedabad Police અમદાવાદ પોલીસ (@AhmedabadPolice) November 17, 2023
પ્રાપ્ત વિગતો મુજબ બોડકદેવ પોલીસે બોડકદેવ વિસ્તારમાં બાગબાન ચાર રસ્તા વિસ્તારમાંથી મેચની ટિકીટને બ્લેકમાં વેચતા મિલન મુલચંદાણી નામના યુવકની ધરપકડ કરી છે. તેની પાસેથી ફાઇલ મેચની 6 ટિકીટ મળી આવી હતી. મિલને આ ટિકીટ ઓનલાઇન ખરીદી હતી અને ત્યારબાદ પૈસા કમાવવા માટે તે કાળાબજારી કરી રહ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું. ઘણા લોકો આ રીતે મેચ અગાઉ ઓનલાઇ ટિકીટ કરીને કાળાબજારી કરીને રોકડી કરી લેવાની પેરવી કરતા હોય છે તેનાથી સાવધાન રહેવું જરુરી છે.