અમદાવાદ : ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણીની મતગણતરી વચ્ચે ભારતીય જનતા પાર્ટી (BJP)એ દેશમાં માત્ર એક જ ગેરંટી છે અને તે છે “મોદીની ગેરંટી” ટ્વિટર પર ટ્રેન્ડ કર્યું છે.તથા ફેસબુક અને વૉટ્સઅપ પર વાયરલ થઇ રહ્યું છે. ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ આ “देश में एक ही गारंटी चलती है : मोदी की गारंटी” ,#ModiKiGuarantee સાથે ટ્વિટ કરી રહ્યા છે.
તાજેતરમાં યોજાયેલી પાંચ રાજ્યોની ચૂંટણી પછી આજે મિઝોરમને બાદ કરતા બાકીના ચાર રાજ્યોના પરિણામો આવવા લાગ્યા છે. અત્યારની સ્થિતિ પ્રમાણે ભાજપે ત્રણ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. મધ્યપ્રદેશમાં ફરી એકવાર ભાજપને મોટી બહુમતી મળતી જોવા મળી રહી છે. તે જ સમયે, રાજસ્થાનમાં પણ ભાજપ પાંચ વર્ષ બાદ સત્તામાં વાપસી કરે તેવું લાગી રહ્યું છે. છત્તીસગઢમાં પણ ભાજપનું પ્રદર્શન ગત ચૂંટણીની સરખામણીમાં આ વખતે સારું જોવા મળી રહ્યું છે.
The Modi Magic ! pic.twitter.com/7AlzzhbBmT
— Smriti Z Irani (@smritiirani) December 3, 2023
ભાજપને જીત તરફ આગળ વધી રહેલી જોઈને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની ખૂબ જ ઉત્સાહિત દેખાઈ હતી.તેમણે આ જીતનો શ્રેય PM મોદીને આપ્યો છે. સ્મૃતિ ઈરાનીએ X પર લખ્યું, ‘દેશમાં એક જ ગેરંટી છે અને તે છે મોદીની ગેરંટી’