અમદાવાદ : શહેરના નવા વાડજ ખાતે આવેલ શ્રી ન્યુ વિદ્યા વિહાર ફોર ગર્લ્સ ખાતે GCERT ગાંધીનગર માર્ગદર્શિત તેમજ જિલ્લા શિક્ષણ તાલીમ ભવન તેમજ જીલ્લા શિક્ષણધિકારી કચેરી દ્વારા આયોજિત બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ વિકસે અને ભવિષ્યમાં દેશને ઉત્તમ કક્ષાના વૈજ્ઞાનિકો મળે તેવા શુભાષય સાથે સમાજ માટે વિજ્ઞાન અને ટેકનોલોજીના થીમ સાથે બાળ વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સપ્તર્ષિ શાળા વિકાસ સંકુલ-06 (એસવીએસ-06) 29 શાળાઓએ આ બાળ વિજ્ઞાન પ્રદર્શનમાં ભારે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
આ બાળ વિજ્ઞાન પ્રદર્શનમાં 29 શાળાના 108 બાળ વૈજ્ઞાનિકો દ્વારા 54 જેટલી વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. 44 શિક્ષકો દ્વારા બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જયારે 34 શાળાના 558 વિધાર્થીઓ અને વાલીઓ દ્વારા આ પ્રદર્શનની મુલાકાત લઇ બાળ વૈજ્ઞાનિકની વિવિધ કૃતિઓને ઝીણવટપૂર્વક નિહાળી બાળ વૈજ્ઞાનિકોની પ્રવુતિઓને બિરદાવી હતી.
આ બાળ વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર કરવામાં આવતી કૃતિઓ જિલ્લા કક્ષાએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા ધારાસભ્ય જીતુભાઇ પટેલે આ બાળ વિજ્ઞાન મેળાના કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહીને બાળ વૈજ્ઞાનીકોને પ્રોત્સાહિત કર્યા હતા.