અમદાવાદ : અમદાવાદના SG highway પર ઓવરસ્પીડના કારણે કન્ટેનર પલ્ટાતા અકસ્માત સર્જાયો હતો. જો કે આ અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. અક્સમાતને કારણે ફ્લાયઓવર પરથી હેબતપુર ક્રોસરોડ જવાનો માર્ગ બંધ સાવચેતી રૂપે તંત્રે બંધ કરાવ્યો. મળતા અહેવાલ પ્રમાણે આ કન્ટેનરના ચાલકનો ઓવરસ્પીડના કારણે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવ્યો અને પલ્ટી ખાધી હતી. અકસ્માતના કારણે ટ્રાફિક જામ સર્જાયો હતો. જો કે ટ્રાફિકના જવાનોએ સ્થિતિને સંભાળી લીધી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ SG highway પર હેબતપુર સ્પ્લીટ ફ્લાયઓવર પર નીચે ઉતરવાની દિશામાં કન્ટેનર પલટી ગયુ હતું. હાઈવેના બે ભાગ પડતા હોવાનો ચાલકને અંદાજ ન આવ્યો હોવાની સંભાવના છે. કન્ટેનરના ડ્રાઈવર અને ક્લિનરને આ અકસ્માતમાં સામાન્ય ઈજાઓ પહોંચી છે. બન્નેને હાલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. બે ભાગ પડવાની જગ્યાએ પૂરતા સાઈનબોર્ડ અને રીફલે્કટર ન હોવાથી આ ઘટના બની હતી. અક્સમાતને પગલે ફ્લાયઓવર ઉપરથી હેબતપુર ક્રોસરોડ માટે નીચે જવાનો માર્ગ બંધ કરાયો હતો.
ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં ઓવરસ્પીડના કારણે અકસ્માત સર્જાતા રહેતા હોય છે, સદનસીબે આ સ્થળ પર તે સમયે અન્ય કોઈ વાહન આવી નહોતું રહ્યું નહીંતર મોટી જાનહાની સર્જાત. હાલ આ કન્ટેનરને ક્રેનની મદદથી હટાવીને રસ્તો ક્લિયર કરાઈ દીધો છે, અને વાહનોની અવરજવર શરૂ કરાઈ દેવાઈ છે.