અમદાવાદ : ગુજરાતમાં હાલમાં લોકો વિરુદ્ધ 100 નંબર ડાયલ કરીને પોલીસ ફરિયાદ કરાતી હતી ત્યારે હવે સામાન્ય નાગરિકને જો કોઈ પોલીસ હેરાન કરે તો પોલીસ સામે ફરિયાદ કરવા માટે ગુજરાત સરકાર દ્વારા એક નવો નંબર જાહેર કરવામાં આવશે. એડવોકેટ જનરલે ગુજરાત હાઈકોર્ટમાં આ માટેની બાંહેધરી આપી હતી.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ એડવોકેટ જનરલ દ્વારા શુક્રવારે ગુજરાત હાઇકોર્ટને મહત્વની જાણકારી આપવામાં આવી છે. પહેલા કોઇ પણ લોકો વિરુદ્ધ અથવા તો શાંતિ ડહોળવાનો પ્રયાસ થાય ત્યારે 100 નંબર ડાયલ કરીને પોલીસ ફરિયાદ કરાતી હતી. જો કે પોલીસ જો તમારા વિરુદ્ધ કઇ કરે છે અને તમારે પોલીસ વિરુદ્ધ જ ફરિયાદ કરવી છે તો તેના માટે હવે ડેડીકેટેડ નંબર એટલે કે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવશે.આ નિવેદન એડવોકેટ જનરલ દ્વારા હાઇકોર્ટમાં આપવામાં આવ્યુ છે.
ગુજરાતમાં હાલમાં લોકો વિરુદ્ધ 100 નંબર ડાયલ કરીને પોલીસ ફરિયાદ કરાતી હતી તેમજ કેન્દ્ર સરકારના જે નિયમ છે તે મુજબ 112 હેલ્પ લાઈન નંબરનો ઉપયોગ તાત્કાલિક માટે થાય છે ત્યારે હવે જો પોલીસ સામાન્ય નાગરિકને હેરાન કરે કે દમન કરે તો પોલીસ સામે ફરિયાદ કરવા માટે ડેડીકેટેડ નંબર એટલે કે હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવશે. આ નવા નંબર પર નાનામાં નાના અધિકારીથી લઈને મોટા અધિકાર સામે ફરિયાદ કરી શકાશે. આગામી સુનાવણી 12મી જાન્યુઆરીએ હાથ ધરાશે.