અમદાવાદ : અમદાવાદમાં પલ્લવ ચાર રસ્તાથી AEC બ્રિજ નીચેનો રોડ આજથી 10 દિવસ બંધ રહેશે. ટોરેન્ટ પાવરની કામગીરીને લઈને રોડ બંધ રાખવામાં આવ્યો છે. જો કે વાહનચાલકો સામે વૈકલ્પિક રૂટ તરીકે ફ્લાયઓવરનો ઉપયોગ કરી શકશે અને પલ્લવ ચાર રસ્તાથી આવતા વાહનચાલકો મીરામ્બિકા સ્કૂલ થઇ પૂજ્ય ધરમસિંહ સ્વામી માર્ગ થઇ મ્યુઝિયમ ચાર રસ્તા થઈને AEC ચાર રસ્તા જઇ શકશે. તો અખબારનગર તરફથી આવતા વાહનચાલકો અંકુર ચાર રસ્તાથી ઘરડાઘર થઈને AEC ચાર રસ્તા જઈ શકશે અને અંકુર ચાર રસ્તા થઇને શિવ હોસ્પિટલ તરફ જઈ શકશે. જો કે સતત ટ્રાફિકથી ધમધમતો રોડ બંધ કરાતા ટ્રાફિક સમસ્યા વકરવાની સંભાવના છે.
ટોરેન્ટ પાવરની કેબલ કામગીરીને લીધે આજથી શનિવારથી 25 ડિસેમ્બર સુધી પલ્લવ ચાર રસ્તાથી AEC ફ્લાય ઓવરબ્રિજના છેડેથી AEC બ્રિજના બીજા છેડા સુધી સર્વિસ રોડ બંને બાજુ 300 મીટર બેરિકેડિંગ કરીને બંધ કરાશે. 132 ફૂટ પલ્લવ ચાર રસ્તાથી સમર્પણ ટાવર સુધી બ્રિજના બંને છેડા સુધીનો 300 મીટરનો બેરિકેડિંગ કરીને વાહનો માટે બંધ કરાયો છે. વાહનચાલકો સામે વૈકલ્પિક રૂટ તરીકે ફ્લાયઓવરનો ઉપયોગ કરી શકશે અને પલ્લવ ચાર રસ્તાથી આવતા વાહનચાલકો મીરામ્બિકા સ્કૂલ થઇ પૂજ્ય ધરમસિંહ સ્વામી માર્ગ થઇ મ્યુઝિયમ ચાર રસ્તા થઈને AEC ચાર રસ્તા જઇ શકશે તેમજ અખબારનગર તરફથી આવતા વાહનચાલકો અંકુર ચાર રસ્તાથી ઘરડાંઘર થઈને AEC ચાર રસ્તા જઈ શકશે અને અંકુર ચાર રસ્તા થઇને શિવ હોસ્પિટલ તરફ જઈ શકશે.