અમદાવાદ : અમદાવાદના વેજલપુર પોલીસ સ્ટેશનના PI કે.બી.રાજવીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ACP સાથે કરેલા ગેરવર્તનને લઈ અમદાવાદ પોલીસ કમિશ્નરે તેની નોંધ લઈ PIને સસ્પેન્ડ કર્યા છે. વોટસએપ ગ્રુપમાં ACP અને PI વચ્ચે થયેલી ચેટિંગ દરમિયાન તેમની પર આરોપ ગેરવર્તનનો લાગ્યો હતો.હવે વેજલપુર પોલીસ સ્ટેશનનો PI નો ચાર્જ અભિષેક ધવનને આપવામાં આવ્યો છે.
પ્રાપ્ત મીડિયા રિપોર્ટ મુજબ પોલીસના વોટ્સએપ ગ્રુપમાં વેજલપુર PI કે બી રાજવીએ એક ચર્ચાની અંતમાં Broass Love you all મેસેજ કર્યો હતો. આથી M ડિવિઝન ACP એ વેજલપુર PI રાજવીના મેસેજને ટાંકીને Don’t put rubbish msg etc લખ્યું હતું. જે બાદ વેજલપુર PI કે બી રાજવી rubbish અંગે અવાર નવાર મેસેજ કરીને ACP ને પૂછતા હતા. તેથી કંટાળીને ACP એ બે હાથ જોડેલું ઈમોજી ગ્રુપમાં મોકલ્યું હતું. આમ છતાં PI એ ACP ને મેસેજને ટાંકીને u r rubiisss mr….એવો જવાબ આપ્યો હતો. જે બાદ આ વિવાદ વકરે નહીં તે માટે વેજલપુર PIને તાત્કાલિક ગ્રુપમાંથી રિમૂવ કરી દેવામાં આવ્યા હતા.
આમ સમગ્ર મામલે વોટ્સઅપ ગ્રુપમાં PIની અપમાનજનક ટીપ્પણી બાદ ઝોન-1 DCPએ આ મામલે તપાસ બાદ રિપોર્ટ આપ્યો હતો. રિપોર્ટ બાદ અમદાવાદ પોલીસ કમિશ્નર જીએસ મલિકે વેજલપુર PI કે.બી.રાજવીને સસ્પેન્ડ કર્યા છે.હવે વેજલપુર પોલીસ સ્ટેશનનો PI નો ચાર્જ અભિષેક ધવનને આપવામાં આવ્યો છે.