16.5 C
Gujarat
Sunday, December 8, 2024

ન્યુ રાણીપ-અમદાવાદથી અયોધ્યા સુધી 1400 કિમીની રથયાત્રાનું ભવ્યાતિભવ્ય આયોજન, 8 જાન્યુઆરીએ પ્રસ્થાન

Share

અમદાવાદ : આગામી 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં બની રહેલા રામમંદિરની પ્રાણપ્રતિષ્ટાની સર્વે દેશવાસીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ત્યારે અમદાવાદના રામચરિત્ર માનસ ટ્રસ્ટે અયોધ્યા સુધી રથયાત્રાનું આયોજન કર્યું છે. 8 જાન્યુઆરીથી શરૂ થનારી 1400 કિલોમીટરની આ શ્રીરામ ચરિત્ર માનસ યાત્રા 14 શહેરમાંથી પસાર થઈ 19 જાન્યુઆરીએ અયોધ્યા પહોંચશે. ત્યાં પહોંચી રામલલ્લાને 51 લાખનો રથ અર્પણ કરશે. યાત્રા પાછળ 51 કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે.

શ્રીરામ ચરિત્ર માનસ યાત્રાટ્રસ્ટના ટ્રસ્ટના રામચરણ મિશ્રાના જણાવ્યા અનુસાર, 33 વર્ષ બાદ અમદાવાદના ન્યુ રાણીપના રામચરિત માનસ ટ્રસ્ટ દ્રારા ન્યુ રાણીપ-અમદાવાદથી અયોધ્યા સુધી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રથયાત્રા ગુજરાત-MP-UPનાં 14 શહેરોમાંથી 1400 કિમીનું અંતર કાપીને 20 જાન્યુઆરીએ રામનગરી અયોધ્યા પહોંચશે.જેમાં વિવિધ રાજ્યના કુલ 1008 લોકો જોડાશે. આ યાત્રા માટે આશરે 50 કરોડનું દાન એકત્રિત કરાશે. રથમાં 15 બ્રાહ્મણ દ્વારા 24 કલાક સુધી અખંડ રામ ધૂન ગાવામાં આવશે. એક રથમાં 15 લોકો બેસી શકશે. યાત્રા દરમિયાન ભગવાન શ્રીરામના જીવનની મુખ્ય ઘટનાઓની ઝાંખી દર્શાવાશે.

ટ્રસ્ટ દ્વારા આયોધ્યાના રામમંદિરને રથ અર્પણ કરાશે. તે માટે 20 ફૂટ લાંબો અને 8 ફૂટ પહોળો રથ તૈયાર કરાશે. રથની આગળ 6 ફૂટની હનુમાનજીની પ્રતિમા રહેશે. જ્યારે રથમાં 500 ગ્રામની સોનાની ભગવાન રામની પ્રતિમા મુકવામાં આવશે. રથમાં 500 ગ્રામની સોનાની ભગવાન રામની પ્રતિમા મુકાશે. 10થી વધુ કારીગરો રથને તૈયાર કરી રહ્યા છે, જેનો અંદાજિત ખર્ચ 51 લાખ છે. રથ તૈયાર થયા બાદ 5 જાન્યુઆરીએ ન્યૂ રાણીપ ખાતે લાવીને તેની પૂજા કરાશે. આ સાથે બીજા ચાર રથ પણ તૈયાર કરાશે, જે રાજ્યમાં વિવિધ જગ્યાએ જઈ રામ મહોત્સવ માટે આમંત્રણ આપશે.

રથયાત્રાનો રૂટ

8 જાન્યુઆરીથી પ્રારંભ
9 જાન્યુઆરી: ગોધરા
10 જાન્યુઆરી: દાહોદ
11 જાન્યુઆરી: બંદાવર
12 જાન્યુઆરી: ઉજ્જૈન
13 જાન્યુઆરી: પચોર
14 જાન્યુઆરી: ગુના
15 જાન્યુઆરી: શિવપુરી
16 જાન્યુઆરી: ઝાંસી
17 જાન્યુઆરી: ઉરઈ
18 જાન્યુઆરી: કાનપુર
19 જાન્યુઆરી: લખનઉ
20 જાન્યુઆરી: અયોધ્યા પહોંચશે
22 જાન્યુઆરી: શ્રીરામ મંદિર, અયોધ્યા

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles