અમદાવાદ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે 24 ડિસેમ્બરના રોજ ગુજરાતના પ્રવાસે છે. અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે અમિત શાહ અને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીના સ્નેહમિલન કાર્યક્રમમાં હાજર રહ્યાં હતા છે. ત્યારબાદ અમદાવાદથી કલોલ પહોંચ્યાં છે. જ્યાં તેઓએ ગાંધીનગરના પાનસર ગામે 3.5 કરોડના ખર્ચે નવનિર્મિત તળાવનું લોકાર્પણ કર્યું. પાનસરમાં સભા સંબોધ્યા બાદ કલોલમાં સરદાર પટેલની 15 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કરી હાલ કલોલમાં પણ સભા સંબોધન કર્યુ. ત્યારબાદ સાબરમતી ખાતે આવેલ જન મહોત્સવ અંતર્ગત સાંસદ ખેલ મહોત્સવમાં પહોંચ્યા હતા.
સૌ પ્રથમ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાબરમતી રેલવે ગ્રાઉન્ડ ખાતે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઓપન જીપમાં આખા રેલવે ગ્રાઉન્ડમાં ફરી અભિવાદન ઝીલ્યું હતું. યુવાનોએ ગુલાબની પાંદડીઓથી કેન્દ્રીય ગૃહ મંત્રીનું સ્વાગત કર્યું. ગૃહ મંત્રી હાથ હલાવીને તેઓનું અભિવાદન ઝીલ્યું. ત્યારે સંબોધનમાં અમિત શાહે જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર રમતગમત માટે પ્રતિબદ્ધ છે. પહેલા માત્ર 2.5 કરોડ બજેટ હતું. અત્યારે ભૂપેન્દ્ર પટેલ સરકારે 293 કરોડનું બજેટ રમતગમત માટે મૂક્યું. દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ મોદી સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ગુજરાતમાં છે. 2036ની ઓલમ્પિક ગેમ્સની રમતો સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવમાં રમાશે. વિશ્વના સૌથી મોટા સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવમાં દુનિયાની રમતો રમાશે. આજે મારી સામે જે યુવાઓ બેઠા છે તેમને કહું છું કે, જીવન ખાડા-ટેકરાથી ભરેલું છે. સફળ બનવું હોય તો હારવાની તાકાત અને જીતવાનું ઝનૂન રાખવું જોઈએ. રમત હારવાથી નિરાશ ન થતા અને જીતવાથી અહંકારી ન બનતા. તમારી સ્પર્ધા ચાલતી હશે તે હું દિલ્લીથી ઓનલાઇન જોડાઈ અને જોઈશ. જીતનાર અને હારનાર બંનેને શાબાશી આપીશ.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, મિત્રો આજે ગાંધીનગર લોકસભામાં આજથી જન મહોત્સવની શરૂઆત થશે. અલગ અલગ તબક્કામાં વહેંચાયેલો છે. ખેલો ગાંધીનગર અંતર્ગત 1.50 લાખ કરતાં વધુ યુવાઓ રમશે. 15000 જેટલા કલાકારો ચિત્ર, નિબંધ અનેક કલાઓમાં ભાગ લેશે. ગાંધીનગર લોકસભા પ્રીમિયર લીગ શરૂ થશે. જેમાં લોકો ક્રિકેટ રમશે. ગાંધીનગર લોકસભામાં કોઈ બાકી ન રહી જાય એવો જન મહોત્સવ કરવાનો છે. વડાપ્રધાને સૌ લોકસભામાં ખેલકૂદ મહોત્સવ કરવા કહ્યું છે. આજે ગુજરાત રમત-ગમતમાં આગળ રહ્યું છે.
આપણે 2047માં આઝાદી મહોત્સવ ઉજવીએ ત્યારે ઓલમ્પિકમાં ભારત પહેલાં નંબરે આવે તેવું આયોજન વડાપ્રધાને કર્યું છે. 39 રમતો રમવા માટે એક-એક સ્કૂલને ભેગી કરી 1.60 લાખ ખેલાડીઓ ભાગ લેશે. આ કોઈ રાજકીય કાર્યક્રમ નથી. રમત-ગમત આપણા શરીરને મજબૂત કરે છે. રોજ રમીએ, જીતીએ અને હારીએ.રાજ્યના રમત ગમત મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગૃહ મંત્રી અમિત શાહનો હું ગાંધીનગરના યુવાનો વતી આભાર માનું છું. 1 લાખ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. સૌ યુવાનો રમત ગમતના પ્રેરિત થાય તેના માટે આ તેમનો પ્રયાસ છે. સૌ યુવાનોનું સ્વાગત છે. હું અમિત શાહનો આભાર માનું છું. રાજ્યના મુખ્યમંત્રીએ ગાંધીનગર સાંસદ ખેલકૂદ મહોત્સવ પ્રસંગે જણાવ્યું હતું કે, આ મહોત્સવ અંતર્ગત સૌ પ્રજાજનોને અભિનંદન પાઠવું છું.