અમદાવાદ : ગુજરાતી અને ખાસ કરીને અમદાવાદીઓ જે કાંકરિયા કાર્નિવલની રાહ જોઈ રહ્યા હતા તે આતુરતાનો અંત આજે આવી ગયો. અમદાવાદમાં કાંકરીયા કાર્નિવલનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રારંભ કરાવ્યો હતો. તેમજ સીએમનાં હસ્તે 216 કરોડનાં કાર્યોનાં ઈ લોકાર્પણ અના ખાતમૂર્હત કર્યા હતા. 14 કરોડનાં ખર્ચે રીડેવલપમેન્ટ કરેલ 114 આવાસ તથા દુકાનનો ડ્રો કરવામાં આવ્યો હતો. લાભાર્થીઓને ઘરની ચાવી આપવામાં આવી હતી. એઈડ્સની માહિતી માટેની ડિઝીટલ બુકનું વિમોચન કરાયું હતું.
મુખ્યમંત્રીના હસ્તે કાંકરિયા કાર્નિવલ 2023ને આજે 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં અમદાવાદ મેયર સાથે અન્ય AMCના અધિકારી ઉપસ્થિત રહ્યા હતા. આ વખતે કાર્નિવલમાં ભગવાન રામના ધનુષની થીમ પર ગેટ બનાવાયો છે. આ વર્ષે કાંકરિયા કાર્નિવલમાં બાળકોના મનોરંજન માટે ખાસ બાળનગરી બનાવવામાં આવી છે. નાનાં બાળકો સાહસિક બને, તેમની સાહસવૃત્તિમાં વધારો થાય અને તેમને મનોરંજન પણ મળી રહે એવી રમતો મૂકવામાં આવી છે.
આ વખતે કાંકરિયા કાર્નિવલમાં અલગ અલગ 3 સ્ટેજ પર અલગ અલગ આકર્ષણ બને તેવી વસ્તુ જોવા મળશે. તેમ સ્ટેજ 1 પર પુષ્પકુંજ સ્ટેજ 2 પર બાલવાટિકા અને સ્ટેજ 3 પર વ્યાયામ વિદ્યાલય પર સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. તે સિવાય સ્વચ્છ ભારત, મારું શહેર-સ્વચ્છ શહેર સેલ્ફી પોઇન્ટ અને ચંદ્રયાન અને રામ મંદિરના સેલ્ફી પોઇન્ટ, પ્રવેશ દ્વાર પર રામ ધનુષ્યનું પ્રતિક જેવી અનેક વસ્તુઓ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. કાંકરિયા કાર્નિવલ 2023માં રોક બેન્ડ, ડાન્સ પર્ફોર્મન્સ, લોક સાહિત્ય ડાયરો, ડ્રામા પર્ફોર્મન્સ, ડોગ શો, યોગા, હાસ્ય દરબાર, મેજીક શો, લેસર બીમ શો સહિત વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.
મુખ્યમંત્રીએ ભૂપેન્દ્ર પટેલે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાઇ યાદ કરતાં કહ્યું આજે આપડા પૂર્વ વડાપ્રધાનની જન્મ તિથિ છે. તેમણે આગળ કહ્યું વડાપ્રધાનએ પોતાના વિશન અને સુશાસન થકી વિકાસ કર્યો છે. PM મોદીએ વર્ષ 2008થી કાર્નિવલ શરૂ કર્યો હતો. અહીયા લોકો આં કાર્નિવલની રાહ જોવે છે. કાંકરિયા કાર્નિવલ વિશ્વ વિખ્યાત થયો છે. આ કાંકરિયા કાર્નિવલ હવે વર્લ્ડ હેરિટેજ બન્યું છે. કાંકરિયાની જૂની ઓળખને કાંકરિયા કાર્નિવલ થકી નવી ઓળખ મળી છે. છેલ્લા ચૌદ વર્ષમાં અનેક લોકોએ આ કાંકરિયાની મુલાકાત લીધી છે. કાંકરિયા કાર્નિવલના સુંદર આયોજન માટે તમામ AMCની ટીમને શુભેચ્છા આપુ છું.