અમદાવાદ : AMC તંત્ર દ્વારા ઉત્તર પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા બોડકદેવ વોર્ડમાં એમબર્લિન અને એપ્રિક્સ નામની ઓન ગોઇંગ કન્સ્ટ્રક્શન સાઈટ પર ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં પર્યાવરણની જાળવણીના નિયમો જેવા કે ગ્રીન નેટ, સેફ્ટી નેટ વગેરેનું પાલન ન કરતા રૂ. 25000 અને રૂ. 60,000નો દંડ વસૂલ્યો હતો.શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી કન્સ્ટ્રક્શન સાઈટો પર પર્યાવરણની જાળવણીને લઈ ગ્રીનનેટ અને સેફ્ટી નેટ સહિતની સુવિધાઓ ઉભી કરવા માટે AMC તંત્ર દ્વારા ડેવલોપર્સને અવારનવાર જાણ કરવામાં આવે છે. છતાં પણ તેઓ દ્વારા પર્યાવરણની જાળવણીને લઈ ધ્યાન આપવામાં આવતું નથી..
શહેરને સ્વચ્છ રાખવા માટે થઈને AMC દ્વારા જાહેર રોડ ઉપર ગંદકી, કચરો ફેંકવો, શાકભાજી વેચતા ફેરીયા, પાનના ગલ્લા ચાની કીટલીઓ વગેરે પર પેપર કપનો વપરાશ, પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ ઉત્પાદન અને સંગ્રહ વગેરે કરનારા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઉત્તર પશ્ચિમ ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્વારા અને બોડકદેવ વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
જેમાં ઘાટલોડિયામાં અતુલ બેકરી અને જ્વેલર્સ ની દુકાન તેમજ એસ જી હાઈવે પર પકવાન ચાર રસ્તા પાસે શંભુ કેફે દ્વારા જાહેર રોડ પર ગંદકી કરવા બદલ સીલ કરવામાં આવ્યું હતું. 158 દુકાનોમાં ચેકિંગ કરી 136 દુકાનોને નોટિસ આપવામાં આવી હતી. 3.5 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરી રૂ. 1.61 લાખનો દંડ વસુલ્યો હતો.