અમદાવાદ : અમદાવાદમાં રિવરફ્રન્ટ પર ફ્લાવર શો ચાલી રહ્યો છે ત્યારે ગુજરાતીઓને ગમતો તહેવાર ફરી નજીક આવી રહ્યો છે, જે એક માત્ર એવો તહેવાર છે જે તીથિ પ્રમાણે નહી પરંતુ તારીખ પ્રમાણે આવે છે, જે છે ઉત્તરાયણ. ત્યારે અમદાવાદમાં આજથી જ પતંગ મહોત્સવની શરૂઆત થવા જઈ રહી છે. 7થી 14 જાન્યુઆરી સુધી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે.
Date- 06/01/2024 and 07/01/2024
મેં. પોલીસ કમિશનરશ્રી અમદાવાદ શહેર નાઓનું જાહેરનામું. pic.twitter.com/aInP3eptex
— AHMEDABAD TRAFFIC POLICE (@PoliceAhmedabad) January 6, 2024
અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસે આ રોડને બંધ કરવાનો નિર્ણય લીધો છે. ફ્લાવર શો અને આજે પતંગોત્સવના કારણે રિવરફ્રન્ટનો રોડ આજે બંધ રહેશે. મહોત્સવમાં આવતા લોકોને અગવડ ન પડે અને, ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે અમદાવાદ ટ્રાફિક પોલીસે આ નિર્ણય લીધે છે. રિવરફ્રન્ટ પર આ બંને મહોત્સવ ચાલતા હોવાથી અહીં આવતા લોકોના કારણે ટ્રાફિક વધી શકે છે. આ કારણે ટ્રાફિક જામની સમસ્યાને નિવારવા માટે તેમજ વાહન ચાલકોને મુશ્કેલીને દૂર કરવા માટે આજના દિવસ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
અત્રે જણાવીએ કે, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રિવરફ્રન્ટ પર કાઈટ ફેસ્ટિવલનો શુભારંભ કરશે. આ પતંગ મહોત્સવમાં 55 દેશના 153 પતંગબાજ ભાગ લેશે. 12 રાજ્યના 68 અને ગુજરાતના 865 પતંગબાજ પણ ભાગ લેશે. જેમાં ફ્રાન્સ, તુર્કી, યુક્રેન, સ્પેન, શ્રીલંકા, થાઇલેન્ડ સહિતના પતંગ બાજો આવેશ.
ઉલ્લેખનિય છે કે, હાલ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર હાલ ફ્લાવર શો ચાલી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદના ફ્લાવર શોના વખાણ કર્યા છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું, આ ફ્લાવર શો અદભૂત છે. અહીં નવા ભારતની વિકાસ યાત્રા ઝાંખી આકર્ષિત કરે છે.
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ‘વાઈબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શો 2024’નું આયોજન કરવામાં આવ્યું છે. ફ્લાવર શોને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. ફ્લાવર શોના એક અઠવાડિયામાં જ 3.11 લાખ જેટલા લોકોએ ટિકિટ લઈને મુલાકાત કરી છે. બાળકો સહિત 4 લાખથી વધુ લોકો સાત દિવસમાં ફ્લાવર શો નિહાળી ચૂક્યા છે. પ્રથમ સાત દિવસમાં મ્યુનિસિપલ કોર્પોરેશનને 1.80 કરોડની આવક થઈ છે. સૌથી વધારે રવિવારે 31 ડિસેમ્બરના રોજ 1 લાખ જેટલા લોકોએ મુલાકાત લીધી હતી. રોજના 45 હજારથી વધુ લોકો સાબરમતી રિવરફ્રન્ટના ફ્લાવર શોની મુલાકાત લઈ રહ્યા છે.
અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અનેક પ્રકારના ફૂલો સુશોભિત કરવામાં આવ્યા છે માત્ર અમદાવાદ જ નહીં પરંતુ આસપાસના મુલાકાતીઓ પણ આ સમયાગાળામાં અમદાવાદમાં હોય તો એક પ્રવાસન સ્થળ તરીકે ફ્લાવર શોની મુલાકાત લઇ રહ્યાં છે દિવસ દરમિયાન ફ્લાવર શોનો નજારો દર્શનિય તો હોય છે પરંતુ રાત્રીના સમયે ઝળહળતી રોશનીથી ફૂલો જાણે કે રાત્રે પણ ખીલી ઉઠ્યા હોય તેવો નજારો જોવા મળે છે દિવસની જેમ રાત્રે પણ મુલાકાતીઓનો ધસારો ફ્લાવર શોમાં જોવા મળે છે.