અમદાવાદ : લગ્ન નોંધણી અધિનિયમમાં કરવામાં સુધારો કરવાની માગ વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ અને હાલ ઈડરથી ભાજપનાં ધારાસભ્ય રમણલાલ વોરાએ કરી છે. મુખ્યમંત્રીને પત્ર લખી રમણલાલ વોરાએ માગ કરી કે લગ્ન નોંધણીમાં વાલીની સહી ફરજિયાત કરવામાં આવે. રમણલાલ વોરાના મતે લગ્ન કરનાર દીકરી અને તેના પરિવારજનો સાથે થતી છેતરપિંડી અટકાવવા માટે લગ્ન નોંધણી અધિનિયમમાં સુધારો કરવામાં આવે.
લગ્ન નોંધણીના અધિનિયમના સુધારા કરવા ઈડરના ધારાસભ્યના પત્રને પૂર્વ મંત્રી ગોવિંદ પટેલે પણ સમર્થન આપ્યું છે. ગોવિંદભાઈ પટેલે કહ્યું રમણલાલ વોરા ખૂબ અભ્યાસુ નેતા છે અને સામાજિક રીતે પણ ખૂબ અભ્યાસુ છે. તેમના પત્ર પર સરકારે ગંભીરતાપૂર્વક વિચારણા કરવાની જરૂર છે.
સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરતના પ્રમુખ કાનજી ભાલાળાએ પણ લગ્ન નોંધણી વિધયક એકટમાં સુધારાની રમણ વોરાની માંગને સમર્થન આપ્યું છે. સુરતના સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના પ્રમુખે વોરાની માંગને આપ્યું ખુલ્લુ સમર્થન આપ્યું છે. લગ્ન નોંધણી કાનુનમાં સુધારાને સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરતે ગણાવ્યો વર્તમાન સમયનો સૌથી સળગતો પ્રશ્ન છે. જે વિસ્તારમાં દીકરી અને તેના માતા પિતા રહેતા હોય તે જ વિસ્તારમાં કોર્ટમાં લગ્ન થવા જોઈએ. પાસપોર્ટ માટે જેમ વેરીફીકેશન થાય છે તેમ લગ્ન નોંધણી માટે વેરીફીકેશન થવું જરૂરી છે.
આ અગાઉ કાલોલના ભાજપના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ દ્વારા વિધાનસભામાં કોર્ટ મેરેજમાં માતા-પિતાની સહી ફરજિયાત કરવાની માંગ કરવામાં આવી હતી. ભાજપના ધારાસભ્યની માંગને વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પણ સમર્થન આપ્યું હતું.