29.1 C
Gujarat
Thursday, October 10, 2024

અમદાવાદથી અયોધ્યાની પહેલી ફ્લાઇટે ભરી ઉડાન, જય શ્રી રામના નારા લાગ્યા

Share

અમદાવાદ : અમદાવાદ-અયોધ્યા વચ્ચે પ્રથમ ફ્લાઇટનો આજથી પ્રારંભ થયો છે. અમદાવાદ એરપોર્ટ પર કેક કાપીને ઉજવણી કરવામાં આવી છે. અમદાવાદ એરપોર્ટ ખાતે પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. આજે પ્રથમ ફ્લાઇટમાં વિદેશથી આવેલા મુસાફરોએ પણ જય શ્રી રામના નારા લગાવ્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ એરપોર્ટથી અયોધ્યાના મહર્ષિ વાલ્મિકી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સુધી ફ્લાઇટ દોડશે. અમદાવાદથી અયોધ્યા માટે પહોંચેલા મુસાફરોએ ફ્લાઇટની ઉડાન પહેલા ક્રૂ મેમ્બરને મીઠાઇ ખવડાવી હતી.મુસાફરો અમદાવાદથી અયોધ્યાની ફ્લાઇટમાં ભગવાન રામ, લક્ષ્મણ, સીતા અને હનુમાનના વેશમાં પહોંચ્યા હતા. આ દરમિયાન મુસાફરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

અમદાવાદથી અયોધ્યા સુધી નોનસ્ટોપ ફ્લાઇટની વ્યવસ્થા કરવામાં આવતા હવે અનેક સંતો-ભક્તો અયોધ્યા જઇને રામલલાના દર્શન આસાનીથી કરી શકશે. ઈન્ડિગો એરલાઇન્સ દ્વારા આ ફ્લાઇટને શરૂ કરવામાં આવી છે જેમાં ભક્તોને અમદાવાદથી સીધા અયોધ્યા પહોંચવામાં સરળતા રહેશે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles