અમદાવાદ : સાબરમતી રિવરફ્રન્ટ પર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ 10 જાન્યુઆરીના રોજ સાંજે ફ્લાવર શોની મુલાકાત લીધી હતી. 15 જાન્યુઆરી સુધી ફ્લાવર શો યોજાવાનો હતો. જોકે, આજે સ્ટેન્ડિંગ કમિટીમાં ફ્લાવર શોની મુદ્દત પાંચ દિવસ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી હવે 20 જાન્યુઆરી સુધી લોકો ફ્લાવર શોની મજા માણી શકશે.
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત ફ્લાવર-શોને લંબાવવામાં આવ્યો છે. ફ્લાવર શોની મુદ્દત પાંચ દિવસ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી હવે 20 જાન્યુઆરી સુધી લોકો ફ્લાવર શોની મજા માણી શકશે.ફ્લાવર શો જોવા માટે રોજના 50,000થી વધુ મુલાકાતીઓ આવી રહ્યા છે. ત્યારે લોકો ફ્લાવર શોની મજા માણી શકશે.
તમને જણાવી દઈએ અમદાવાદના રિવરફ્રન્ટ પર AMCએ ગત તા.31મી ડિસેમ્બરથી ફ્લાવર શોનું આયોજન કર્યું છે. આ ફ્લાવર શોને સારો પ્રતિસાદ મળતાં તેને લંબાવવાનો નિર્ણય કરવામા આવ્યો છે. જેના પગલે ફ્લાવર શોને 20 જાન્યુઆરી સુધી નિહાળી શકાશે.તમને જણાવી દઈએ કે, વડાપ્રધાન મોદીએ બુધવારે અચાનક ફ્લાવર શોની મુલાકાત લીધી હતી.
નોંધનીય છે કે, ગઈકાલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત 11મા ફ્લાવર-શોને કારણે અમદાવાદ શહેર વિશ્વ સ્તરે ઝળકી ઉઠ્યું છે. ફ્લાવર-શો 2024ને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. ફ્લાવર-શો 2024 લૉંગેસ્ટ ફ્લાવર સ્ટ્રક્ચરની નોંધ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં અંકિત કરવામાં આવી છે.