32 C
Gujarat
Wednesday, October 23, 2024

AMCના એસ્ટેટ વિભાગના વોર્ડ ઈન્સ્પેક્ટર સુનિલ રાણા સસ્પેન્ડ ! આવક કરતાં 300 ગણી મળી વધુ મિલકત

Share

અમદાવાદ : અમદાવાદ મ્યુ કોર્પોરેશન એસ્ટેટ વિભાગના (AMC)ના ક્લાસ-2 અધિકારી સુનીલકુમાર રાણા (Sunil Rana) વિરુદ્ધ એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ અપ્રમાણસર મિલકત અંગે ગુનો નોંધ્યો હતો. AMCના અધિકારી સુનીલકુમાર રાણા પાસે છેલ્લા 10 વર્ષમાં પગારની આવક કરતા વધુ મિલકત મળી આવતા ACBએ મોટી કાર્યવાહી કરી હતી. ત્યારબાદ હવે AMC મ્યુનિસિપલ કમિશનર એમ. થેનારેસન દ્વારા સુનિલ રાણાને સસ્પેન્ડ કર્યા છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદ મ્યુ કોર્પોરેશન(AMC)ના વોર્ડ ઇન્સ્પેક્ટર સુનિલ રાણા વિરૂદ્ધ અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ થયો છે. તપાસમાં સત્તાવાર કરતા 306 ટકા વધુ મિલકત હોવાનો ઘટસ્ફોટ થયો છે.તેમની પાસેથી 2.75 કરોડની અપ્રમાણસર મિલકત મળી આવી છે.ઉલ્લેખનિય છે કે કેટલીક સંપતી પત્ની-સંતાનોના નામે હોવાનું સામે આવ્યું છે. વૈષ્ણોદેવી વિસ્તારમાં સુનિલ રાણાનો ફ્લેટ છે ઉપરાંત જસમીન ગ્રીન-1માં બ્લોક Cના 503 લક્ઝુરીયસ ફ્લેટ છે. આ ફ્લેટ પત્ની મનીષા રાણાના નામે હોવાનો ખુલાસો થયો છે. અલગ અલગ બેંકમાં સુનિલ કુમારે 1.50 કરોડની રકમ જમા કરાવી હતી. ACBએ તમામ એકાઉન્ટ ફ્રિઝ કર્યા છે.

સુનીલ રાણા વિરુદ્ધ ACBએ કાયદેસરની કાર્યવાહી કરતા અન્ય લાંચિયા કર્મચારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. સુનીલ રાણા AMCના શાહપુર વોર્ડના ઈન્સ્પેકટર તરીકે ફરજ બજાવતો હતો. તેમની પાસેથી વર્ષ 2010થી 2020 સુધીના 10 વર્ષમાં પગારની રૂપિયા 65.41 લાખની આવક કરતા 306 ટકા વધુની મિલકત મળી આવી છે. સુનીલ રાણાની પત્ની અને દિકરાના નામે ત્રણ મકાન અને 1.50 કરોડની ફિક્સ ડિપોઝિટ સહિત રૂપિયા 2.75 કરોડની અપ્રમાણસર મિલકતો મળી આવી હતી, જેના પગલે ACBએ કાર્યવાહી કરીને ગુનો નોંધ્યો છે. ત્યારબાદ હવે AMC મ્યુનિસિપલ કમિશનર એમ. થેનારેસન દ્વારા સુનિલ રાણાને સસ્પેન્ડ કર્યા છે.

તો આ સમગ્ર મામલે જમાલપુર ખાડીયા વિધાનસભાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનું મોટું નિવેદન આપ્યું છે. સમગ્ર ગુજરાતમાં 50 કલાસ 1 અને 2 ના અધિકારીઓ સામે ભ્રષ્ટાચારની તપાસ અંગે સરકારમાં અરજી ગઈ છે. જો કે IAS, IPS અને GAS કક્ષાના અધિકારીઓ સામે તપાસ માટે સરકાર મંજૂરી આપતી નથી, સુનિલ રાણા નાની માછલી છે,મોટા મગરમચ્છ હજી બહાર ફરે છે,આગામી વિધાનસભામાં હું આ અંગે બિલ લાવવા માંગણી કરવાનો છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles