27.1 C
Gujarat
Wednesday, October 23, 2024

અમદાવાદમાં દોડશે ડબલ ડેકર બસ, આ વિસ્તારોમાં મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબ બનાવાશે

Share

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસના ટ્રાન્સપોર્ટ મેનેજર આર્જવ શાહ દ્વારા વર્ષ 2024-25 નું રૂા. 641 કરોડનું બજેટ જાહેર કરવામાં આવ્યું હતું. અમદાવાદના મેમનગર, અખબારનગર અને આરટીઓ પાસે મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ બનાવવા માટે બજેટ ફાળવાયું હતું. આ સાથે જ પ્રથમ તબક્કામાં 7 ઈલેક્ટ્રીક ડબલ ડેકર બસો શરૂ કરાશે. 7 જેટલી ડબલ ડેકર બસ પ્રથમ તબક્કામાં શરૂ કરાશે.

અમદાવાદ વાહન વ્યવ્હારનો મહત્વનો ભાગ ગણાતી AMTS બસનું વર્ષ 2024-25નું રૂપિયા 641 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. શહેરના નાગરિકોને AMTS, BRTS અને મેટ્રોની કનેક્ટિવિટી મળી રહે તેના માટે મેમનગર, અખબારનગર અને આરટીઓ ડેપો ખાતે મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત જે રૂટ પર મુસાફરોનો ઘસારો વધુ હશે તે રૂટ પર સાત જેટલી ડબલ ડેકર AC બસ પ્રથમ તબક્કામાં શરુ કરવામાં આવશે. આ સિવાય દૈનિક AMCની કુલ 1052 પૈકી 1020 બસો ઓન રોડ દોડશે, જેમાં 895 બસ ખાનગી ઓપરેટરની દોડશે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીની 125 બસો છે પરંતુ આ બસોને ખાનગી ઓપરેટર દ્વારા ચલાવવામાં આવે છે. શહેરમાં હવે ઈ-બસ, CNG બસ પણ દોડશે જ્યારે હવે AMTSની ડીઝલ બસો દૂર થશે.

AMTS દાયકાઓ બાદ ફરી ડબલ ડેકર બસ અમદાવાદમાં દોડાવશે. નવા બજેટને લઇને રસ્તા પર પ્રતિદિન 1020 બસો દોડશે. AMTS માલિકીની ફક્ત 125 બસો દોડાવાશે જ્યારે 895 બસો કોન્ટ્રાક્ટ પર ચલાવવામાં આવશે. જોકે આ વર્ષે દેવું ઘટાડવાને લઇને બજેટમાં કોઇ ખાસ જોગવાઇ કરવામાં આવી નથી.AMTS પર ગત વર્ષે 410 કરોડનું દેવું હતું જેમાં આ વર્ષે 12 કરોડનો વધારો થયો છે. તેમજ ક્યુઆર કોડ સ્કેન કરવાથી તમામ રૂટની માહિતી પેસેન્જરને મળી શકે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles