અમદાવાદ : અમદાવાદના કણભામાં પોલીસકર્મીની હત્યાના કેસમાં મોટું અપડેટ સામે આવી રહ્યું છે. આ કેસની તપાસ દરમિયાન DGPએ મોટી કાર્યવાહી કરી છે. DGP દ્વારા 15 પોલીસકર્મીઓની બદલી કરી દેવામાં આવી છે. જેમાં અમદાવાદના 12 અને ગાંધીનગરના 3 પોલીસકર્મીને જિલ્લા બહાર બદલી કરવામાં આવી છે. ધરપકડ કરવામાં આવેલ બુટલેગરની તપાસ દરમિયાન સામે આવ્યું છે કે કેટલાક પોલીસકર્મીઓ આ બુટલેગરના સંપર્કમાં હતા.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદના કણભામાં આસિટન્ટ સબ ઇન્સ્પેક્ટર (ASI) ની હત્યા કેસમાં મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઉર્ફે ભૂપીની રાજસ્થાનથી સ્ટેટ મોનેટરીંગ સેલે ધરપકડ કરી હતી. આરોપી બુટલેગર ભૂપી ઝડપાયા બાદ તેના ફોનની તપાસ બાદ તેના સંપર્કમાં રહેલા પોલીસકર્મીઓના નામ ખુલ્યાં હતા. એ તમામ પોલીસકર્મીઓને જિલ્લા બહાર મોકલી દેવામાં આવ્યા છે. જેમાં અમદાવાદના 12 અને ગાંધીનગરના 3 પોલીસકર્મીની બદલી કરવામાં આવી છે.જણાવી દઈએ કે અમદાવાદના કણભામાં દારુની હેરાફેરીને પકડવા ગયેલા ASI પર ગાડી ચઢાવીને હત્યાના બુટલેગર ભૂપેન્દ્રના મોબાઇલમાં પોલીસ કર્મીઓ અને વહીવટદારોના નામ મળ્યા છે. જે બાદ DGP દ્વારા આ એક્શન લેવામાં આવ્યાનું કહેવાઈ રહ્યું છે.
કણભાના ASI બળદેવજી નિનામાંની હત્યા કેસને લઈને પોલીસ તપાસ કરતા રિટ્ઝ કારનો માલિક ઝાકીર શેખ હોવાનું ખુલ્યું હતું. રાણીપનો બુટેલગર ભુપેન્દ્ર ઉર્ફે ભુપીનું નામ ખુલ્યું હતું. આ કાર ખેડાથી દારૂનો જથ્થો લઈને ઓઢવ અને રાણીપ વિસ્તાર તરફ જઈ રહી હતી. પરંતુ ભાવડા પાટિયા નજીક PCR વાને અટકાવતા તેઓએ ગાડી ચઢાવીને હત્યા કરી હતી. આ ગાડીમાંથી રૂ 14 હજારનો દેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં હત્યા કરનાર બુટલેગર સાથે વધુ એક ગાડી પણ હતી. જે આરોપીઓને લઈને ફરાર થઇ ગયા હતા.