અમદાવાદ : અમદાવાદને વધુ સ્વચ્છ બનાવવાની ઝૂંબેશના ભાગરુપે શનિવારે 135 લોકોને દંડ કરાયો હતો.આ પૈકી સૌથી વધુ 70 લોકો નદીપારના વિસ્તારના હતા. જાહેર રોડ ઉપર થૂંકનારાના ઘરે CCTV કેમેરાની મદદથી તેમના ઘરે ઈ-મેમો મોકલીને વહીવટી દંડની વસૂલાત કરાશે.
પ્રાપ્ત વિગતો મુજબ જાહેર સ્થળો કે રોડ પર પાન-મસાલાની પિચકારી મારતાં લોકોને પકડીને દંડ ફટકારવાની મ્યુનિ. કમિશનરની સૂચનાને પગલે જેના પગલે સતત બીજા દિવસે શનિવારે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાંથી કુલ 135 લોકોને જાહેર રસ્તા પર થૂંક્તા દંડની કાર્યવાહી કરવામાં આવી છે. વિગતો મુજબ 15,210 રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.CCTV કેમેરામાં પણ 6000 લોકો કેદ થયા છે. જે તમામ લોકોને મેમો આપવામાં આવશે. આપને જણાવીએ કે, પ્રથમ દિવસે 152 લોકોએ 18,000 નો દંડ કર્યો હતો.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનેન જાહેરમાં થુંકવા મામલે દંડની જોગવાઈ અમલમાં મૂકીને કાર્યવાહી હાથ ધરી છે. કોર્પોરેશને અમદાવાદ શહેરને સ્વચ્છ રાખવાના અભિયાન પગેલે મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરી છે.