અમદાવાદ : અમદાવાદને વધુ સ્વચ્છ બનાવવાની ઝૂંબેશના ભાગરુપે સતત ત્રીજા દિવસે રવિવારે 101 લોકોને દંડ કરાયો હતો.આ પૈકી સૌથી વધારે પશ્ચિમ ઝોનમાં 34 જેટલા લોકોને થુંક્તા ઝડપી પાડવામાં આવ્યા હતા. જાહેર રોડ ઉપર થૂંકનારાના ઘરે CCTV કેમેરાની મદદથી તેમના ઘરે ઈ-મેમો મોકલીને વહીવટી દંડની વસૂલાત કરાશે.
પ્રાપ્ત વિગતો મુજબ જાહેર સ્થળો કે રોડ પર પાન-મસાલાની પિચકારી મારતાં લોકોને પકડીને દંડ ફટકારવાની મ્યુનિ. કમિશનરની સૂચનાને પગલે જેના પગલે સતત બીજા દિવસે શનિવારે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાંથી કુલ 101 લોકોને જાહેર રસ્તા પર થૂંક્તા દંડની કાર્યવાહી કરવામાં આવી છે. વિગતો મુજબ 12000 રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.આપને જણાવીએ કે, પ્રથમ દિવસે 152 લોકોને 18,000 નો દંડ કર્યો હતો, જયારે બીજા દિવસે 135 લોકોને 15210 નો દંડ કર્યો હતો.
આ ઉપરાંત સ્માર્ટ સિટી પ્રોજેકટ અતંર્ગત શહેરમાં ટ્રાફીકનાં નિયમોનો ભંગ કરતા નાગરીકોને જેમ ઈ-મેમો મોકલી દંડ-વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવે છે. 130થી વધારે ટ્રાફીક સિગ્નલો, જાહેર સ્થળો પર લગાવવામાં આવેલા 6000થી વધારે સીસીટીવી કેમેરાનાં આધારે વાહનો ચલાવતા પાન-મસાલા ખાઇ જાહેરમાં થૂંકનાર નાગરીકોની વીડિયો ક્લિપ ઈમેજ પરથી વાહન નંબર મેળવી દંડ ભરવા માટે તેઓનાં રહેઠાણનાં સરનામે ઈ-મેમો પણ મોકલવામાં આવશે.