અમદાવાદ : ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી.આર.પાટીલ અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીના માર્ગદર્શન હેઠળ ડો. બાબાસાહેબ આંબેડકરજીના ધર્મપત્ની “ત્યાગમૂર્તી” માતાશ્રી રમાબાઈ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે ગુજરાતના 33 જિલ્લા અને 8 મહાનગર ખાતે ગુજરાત પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચો અને મેડિકલ સેલના સંયુક્ત ઉપક્રમે “મહિલાઓને લગતા રોગ અને તેના નિદાન માટે નિશુલ્ક મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે અમદાવાદ શહેર ભાજપ અનુસૂચિત જાતિ મોરચા તથા મેડિકલ સેલ દ્વારા મા રમાબાઈ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે શાહીબાગ ખાતે મહિલા મેડિકલ કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે માં રમાબાઈ તેમજ ડોક્ટર ભીમરાવ બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરી અને દીપજ્યોત પ્રગટાવી આ મેડિકલ કેમ્પનો શુભારંભ કરાવ્યો હતો.આ મેડિકલ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલા સશકિતકરણને પ્રોત્સાહન આપવાનો હોવાનું ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું. આ કેમ્પમાં મહિલાઓ માટેના નિષ્ણાંત તબીબો દ્વારા મહિલાઓનો મફત નિદાન સારવાર કરવામાં આવી હતી. આ પ્રસંગે બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી મેડિકલ કેમ્પનો લાભ લીધો હતો.
આ મેડિકલ કેમ્પમાં પ્રદેશ સહ કોષાદયક્ષ ધર્મેન્દ્રભાઈ શાહ અને પૂર્વ પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલ, કર્ણાવતી મેયર પ્રતિભાબેન જૈન, અસારવા MLA શ્રીમતી દર્શના બેન વાઘેલા, પૂર્વ કેબિનેટ મંત્રી પ્રદીપભાઈ પરમાર, ગૌતમભાઈ ગેડિયા (અધ્યક્ષ, ગુજરાત પ્રદેશ અનુજાતિ મોરચા), વિક્રમભાઈ ચૌહાણ (સીનિયર આગેવાન), ભદ્રેશભાઈ મકવાણા (અધ્યક્ષ, અમદાવાદ શહેર અનુજાતિ મોરચા), શહેર પદાધિકારિયોની ટીમ ,મ્યુ કાઉન્સિલરો, ડોક્ટરની ટીમ અને મોરચાના વોર્ડ પ્રમુખ, મહામંત્રી, મહિલા મોરચાના હોદેદારો તથા ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.