અમદાવાદ : અમદાવાદમાં અસામાજિક તત્વોને પોલીસનો ડર ન હોય તેમ પૂર્વ વિસ્તારમાં એક યુવાન બેફામ રીતે રિક્ષા ચલાવી રહ્યો હતો. રિક્ષામાં બેઠેલા અન્ય બે શખસ લટકીને ખુલ્લેઆમ છરી બતાવીને લોકોમાં ડરનો માહોલ ઊભો કર્યો હતા. આ અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. જે અંગે પોલીસને જાણ થતાં ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે.
સોશિયલ મિડીયામાં એક વીડિયો વાયરલ થયેલ જેમાં આ ઘટના ખુબ જ ગંભીર પ્રકારની હોવાથી, રિક્ષા ચાલક અને તેના સાથીઓને શોધી કાઢવામાં આવ્યા છે અને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. pic.twitter.com/PXVMI1Vjb6
— Ahmedabad Police અમદાવાદ પોલીસ (@AhmedabadPolice) February 9, 2024
પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રબારી કોલોનીથી નિરાંત ચાર રસ્તા તરફ સ્ટંટનો વીડિયો સામે આવ્યો હતો. બેફામ રીતે રિક્ષા ચલાવતો અને હવામાં છરી ફેરવતો વીડિયો વાયરલ થયો હતો. આ દૃશ્યોથી આસપાસના લોકોમાં પણ ભયનો માહોલ ફેલાયો હતો. આ સમગ્ર બનાવનો વીડિઓ પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. આ વીડિયો વાયરલ થતા પોલીસ દોડતી થઇ હતી. પોલીસે વીડિયો વાયરલ થતા કાર્યવાહી કરી છે. પોલીસે રિક્ષાચાલક સહિત બે યુવાનોને ઝડપીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી શરુ કરી છે.
આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે વીડિયોના આધારે ગુનો નોંધ્યો હતો. રિક્ષાની નંબર પ્લેટના આધારે પોલીસ રિક્ષા માલિક સુધી પહોંચી હતી. પોલીસે અમરાઈવાડીમાં રહેતા ઉદય ગોસ્વામી નામના 19 વર્ષીય રિક્ષાચાલકની ધરપકડ કરી છે. આ ઉપરાંત રિક્ષામાં બેઠેલા 2 અન્ય વ્યક્તિને પણ પોલીસે શોધીને જેલ હવાલે કર્યા છે. પોલીસે રિક્ષા પણ જમા કરીને વધુ તપાસ હાથ ધરી છે. અગાઉ પણ બેફામ ડ્રાઇવિંગ કરી લોકોના જીવ જોખમમાં મૂકનાર અનેક શખસોની પોલીસે ધરપકડ કરી કડક કાર્યવાહી કરી છે છતાં આ પ્રકારના કિસ્સા વધી રહ્યા છે.