ગાંધીનગર : લોકસભાની ચૂંટણી હવે નજીકમાં જ છે. BJP-કોંગ્રેસ સહિત વિવિધ પક્ષો તૈયારીઓમાં લાગી ગયા છે, ત્યારે લોકસભાની ચૂંટણી પહેલા PM નરેન્દ્ર મોદી ફરી એક વાર ગુજરાત આવવાના છે. 12 માર્ચે ગિફ્ટ સિટી રૂટની મેટ્રો સેવાને લીલીઝંડી આપી શકે છે. આ દિવસે તેઓ સાબરમતી આશ્રમ ડેવલપમેન્ટ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત પણ કરશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ લોકસભાની ચૂંટણી પહેલા PM નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાત આવી શકે છે. PM નરેન્દ્ર મોદી 12 માર્ચે અમદાવાદ આવી શકે છે. 12 માર્ચે વડાપ્રધાનના હસ્તે ડ્રીમ પ્રોજેક્ટની શરૂઆત થઈ શકે છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી ગિફ્ટ સિટી રૂટની મેટ્રો સેવાને PM મોદી લીલીઝંડી આપી શકે છે. સાથે જ સાબરમતી આશ્રમ ડેવલપમેન્ટ પ્રોજેક્ટનું તેઓ ખાતમુહૂર્ત પણ કરી શકે છે.
12 માર્ચથી, કાર્ગો મોટર્સ અને બત્રીસી ભવન વચ્ચે ગાંધી આશ્રમની સામે અને તેની આસપાસના આશ્રમ રોડનો વિસ્તાર વાહનોની અવરજવર માટે બંધ રહેશે. જે સ્ટ્રેચ કાયમી ધોરણે ટ્રાફિક માટે બંધ કરવામાં આવનાર છે, તેની લંબાઈ લગભગ 500 મીટર છે.જેનો ટ્રાયલ ચાલી રહ્યો છે.
મહત્વનું છે કે થોડા દિવસ પહેલા જ 22,24, 25 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવીને ગયા છે. આ દરમિયાન 44 હજાર કરોડ રુપિયાથી વધુના વિકાસકાર્યોની ભેટ આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટમાં એઈમ્સ હોસ્પિટલના ઉદ્દઘાટન બાદ જંગી જનસભાને સંબોધિત કરી. જેમા તેમણે 22 વર્ષ પહેલાના તેમના સંસ્મરણોને યાદ કર્યા હતા.