અમદાવાદ : અમદાવાદ શહેરમાં દોડતી AMTS બસ સર્વિસ અમદાવાદની ધોરી સમાન માનવામાં આવે છે. લાખો લોકો આ AMTS બસ સર્વિસનો લાભ લે છે. સસ્તી અને લોકોને પરવડે તેવી હોવાથી મોટાભાગના લોકો AMTS બસનો ઉપયોગ કરે છે. ત્યારે અમદાવાદ શહેરના લોકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે.આશરે 33 વર્ષ બાદ શહેરમાં શરૂ થયેલી ડબલ ડેકર બસ સેવાને મુસાફરોનો સારો પ્રતિસાદ મળ્યો છે. હવે શહેરમાં 3 નવા રુટ પર AMTS ડબલ ડેકર બસ દોડાવશે.
AMTS કમિટીમાં લેવાયેલા નિર્ણય અનુસાર, અમદાવાદ AMTS બસ સર્વિસ દ્વારા શહેરમાં ત્રણ રૂટમાં નવી ડબલડેકર બસ શરુ કરવામાં આવી રહી છે.આ ત્રણ નવા રૂટમાં ડબલડેકર બસ દોડાવવામાં આવશે, જેનાથી વધુ મુસાફરો સવારી કરી શકે અને લોકોને રાહત મળે. કમિટિમાં લેવાયેલા નિર્ણય અનુસાર લાલ દરવાજાથી શીલજ, સારંગપુરથી સિંગરવા પાટિયા અને નરોડાથી લાંભા ક્રોસ રોડ સુઘી રૂટમાં એસીવાળી ડબલડેકર બસ ઉમેરવામાં આવશે.
ત્રણેય નવા રુટમાં શરૂ કરવામાં આવેલી બસ ડબલડેકરની સાથે ઈલેક્ટ્રિસિટીથી કામ કરશે. AMTSની આ ત્રણેય નવા રુટ પર ઇ બસની શરૂઆત કરવામાં આવી છે. જેથી, પર્યાવરણને પણ નુકસાન થતું અટકાવી શકાય. 13 માર્ચથી અમદાવાદીઓ આ બસમાં મુસાફરીનો આનંદ લઈ શકશે.
તમને જણાવી દઈએ કે શહેરમાં હાલ વાસણાથી ચાંદખેડા રુટ પર AMTS દ્વારા ડબલ ડેકર બસ દોડાવવામાં આવી રહી છે. આશરે 33 વર્ષ બાદ શહેરમાં શરૂ થયેલી ડબલ ડેકર બસ સેવાને મુસાફરોનો સારો પ્રતિસાદ મળ્યો છે. હવે શહેરમાં 3 નવા રુટ પર AMTS ડબલ ડેકર બસ દોડાવશે.
અમદાવાદમાં શરુ થયેલી ડબલ ડેકર ઈલેક્ટ્રિક એસી બસની ખાસીયતની વાત કરવામાં આવે તો બસમાં USB ચાર્જ, વાઇફાઇ , રિડીગ લાઇટ અને કન્ફર્નટ સીટનો સમાવશે થાય છે. આ ડબલ ડેકર બસ ચાર્જ થયા બાદ 250 કિમી ચાલશે. બસને ચાર્જ થતાં દોઢ કલાકથી 3 કલાક લાગશે.
નરોડાથી લાંભા ક્રોસ રોડ
સારંગપુરથી સિંગરવા
લાલ દરવાજાથી શીલજ