અમદાવાદ : આજથી IPL 2024 ક્રિકેટ મેચની શરૂઆત થઈ છે. અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં પણ IPLની કુલ ત્રણ જેટલી મેચ રમાવાની છે. મોટેરા ખાતેના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 24 માર્ચ, 31 માર્ચ અને 4 એપ્રિલના રોજ મેચ રમાશે. મેચના દિવસે નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ તરફ જવાના રોડ ટ્રાફિક- પોલીસ દ્વારા બંધ કરવામાં આવશે, જેને લઈ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
પોલીસ કમિશનરના જાહેરનામાં મુજબ મોટેરા જનપથ ત્રણ રસ્તાથી ક્રિકેટ સ્ટેડિયમ થઈ કૃપા રેસિડેન્સી સુધીનો રસ્તો વાહન ચાલકો માટે બંધ રહેશે. 24 માર્ચ અને 4 એપ્રિલના રોજ બપોરે બે વાગ્યાથી રાત્રે બે વાગ્યા સુધી રોડ બંધ રહેશે. જ્યારે 31 માર્ચના રોજ સવારે 11 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી આ રોડ બંધ કરવામાં આવશે. નાગરિકો આ સમયગાળા દરમિયાન તપોવન સર્કલ ONGC વિસત સર્કલ થઈ સાબરમતી તરફ અવરજવર કરી શકશે.
મેચના દિવસે મેટ્રો દ્વારા રાતના 12 વાગ્યા સુધી ટ્રેન દોડાવાશે, જેના માટે 50ની પેપર ટિકિટ અપાશે. AMTSની 20 બસ મૂકવામાં આવશે. રાતે 5 રૂટનું પ્રતિ મુસાફર 20 રૂપિયા ભાડું લેવામાં આવશે, જ્યારે BRTS દ્વારા પણ બસો પણ મૂકવામાં આવી છે. આ બસો નારોલ અને એલડી કોલેજ રાતે 1 વાગ્યા સુધી BRTS જશે.