અમદાવાદ : રાઈટ ટુ એજ્યુકેશન RTE હેઠળ પ્રવેશ પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે. જેમાં અત્યારે વાલીઓ માટે રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે. રજિસ્ટ્રેશનની મુદત પૂર્ણ થતા મુદત વધારીને 30 માર્ચ કરવામાં આવી છે. વાલીઓને જાતિનો દાખલો તેમજ આવકનો દાખલો મેળવવામાં તકલીફ પડતી હોવાથી મુદત વધારવામાં આવી છે.
રાજ્યમાં RTE અંતર્ગત પ્રવેશ પ્રક્રિયાના સમયગાળામાં વધારો કરવામાં આવ્યો છે. હવે 30 માર્ચ સુધી RTE પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. આ પહેલા 26 માર્ચ સુધી ફોર્મ ભરવાની જાહેરાત કરાઈ હતી. અગાઉ 14 માર્ચથી 26 માર્ચ સુધી ઓનલાઈ ફોર્મ ભરવા માટે જાહેરાત કરવામાં આવી હતી.વાલીઓને જાતિનો દાખલો તેમજ આવકનો દાખલો મેળવવામાં તકલીફ પડતી હોવાથી મુદત વધારવામાં આવી છે.
જાતિનો દાખલો તેમજ આવકનો દાખલો મેળવવામાં તકલીફ પડતી વાલીઓની માંગણીઓ સમયગાળો વધારવાની હતી જેનો સ્વીકાર કરવામાં આવ્યો છે. અને RTE અંતર્ગત પ્રવેશ પ્રક્રિયા માટે 30 માર્ચ સુધી સમય લંબાવાયો છે. 30 માર્ચ બપોરે 12 વાગ્યા સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે.