અમદાવાદ : અમદાવાદની લાઈફલાઈન ગણાતી મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસની (AMTS) બસના ડ્રાઈવરો દ્વારા આ મહિનાના આરંભથી નાના-મોટા કુલ 27 અકસ્માત કરવામાં આવ્યા છે.જેમાં બે લોકોના મોત થયા છે.દૈનિક એક અકસ્માત ખાનગી ઓપરેટરો દ્વારા ચલાવવામા આવતી બસના ડ્રાઈવરો દ્વારા કરવામાં આવી રહયો છે.કોન્ટ્રાકટરોને રુપિયા એક-એક લાખની પેનલ્ટી કરી ડ્રાઈવરને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ ખાનગી ઓપરેટરોને ભરોસે ચલાવવામા આવી રહેલી મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસની (AMTS) બસ દ્વારા કરવામાં આવેલા અકસ્માત સંદર્ભમાં માતેશ્વરી સર્વિસ અને ટાંક સર્વિસ પ્રા.લી.ના ઓપરેટરો પાસેથી રુપિયા એક-એક લાખ પેનલ્ટી રુપે વસૂલવામા આવ્યા છે.આ વર્ષના આરંભથી અત્યારસુધીમાં AMTS ના ડ્રાઈવરોએ કરેલા અકસ્માતમાં કુલ મળીને ૧૭ લોકોએ જીવ ગુમાવ્યો છે.
AMTS બસના અકસ્માત કયારે-કેટલાં?
વર્ષ અકસ્માત મોત
2017-18 397 11
2018-19 327 11
2019-20 303 10
2020-21 107 06
2021-22 155 08
2022-23 217 07