અમદાવાદ : લોકસભા ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે અમદાવાદમાં PCBએ ગોમતીપુર વિસ્તારમાંથી વિદેશી દારૂની બ્રાન્ડેડ બોટલો ઝડપી પાડી છે. આ બોટલોની હેરાફેરી કરનારા ત્રણ આરોપીઓ પોલીસ પકડથી દૂર હોવાથી તેમને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યાં છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ PCBના કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતાં તે દરમિયાન બાતમી મુજબ ગોમતીપુર કાળીદાસ મીલની અંદર ક્રિયા શક્તિ ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં પોલીસે મીલમાં રેડ કરતાં ત્યાંથી વિદેશી દારૂની બ્રાન્ડેડ બોટલો નંગ 272નો મુદ્દામાલ પકડી લઈ કાયદેસરની કાર્યવાહી કરી છે. આ દારૂની હેરાફેરી કરતાં શિવ મોટર્સનો સંચાલક, જયદીપ મોટર્સ તેમજ ક્રિષ્નાશ્રેય ઓટોમોબાઈલ વડોદરાના માણસને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યાં છે. પોલીસે આ રેડ દરમિયાન 3.28 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો તથા તે કોને મોકલવામાં આવ્યો હતો તેની તપાસ કરતા દારૂનો જથ્થો દિલ્લીથી શિવ મોર્ટસ ઓટો પાર્ટના પુઠાના બોક્સમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ આવ્યો છે. આ જથ્થો અમદાવાદ શહેર નવરંગપુરા જયદીપ મોર્ટસ ખાતે તેમજ બરોડા ખાતે મોકલવા માટેનું બુકિંગ કરાવેલ હોવાનું રિપોર્ટ જણાવી રહ્યા છે.