અમદાવાદ : અમદાવાદમાં અષાઢી બીજના રોજ યોજનાર 147મી જગન્નાથજીની રથયાત્રાને લઇને આજથી તૈયારી શરૂ થઇ ગઇ છે. આજે યજમાન માટે ડ્રો યોજાયો હતો. સરસપુર મંદિરમાં રથયાત્રા માટે ડ્રો થયો હતો.ડ્રોમાં વિનોદ પ્રજાપતિનું નામ ખુલ્યું છે. રથયાત્રામાં દર વર્ષે ભગવાન જગન્નાથનું મામેરું સરસપુરથી ભરવામાં આવે છે. ભક્તો ભગવાનનું મામેરું ભરવા વર્ષો પહેલા નામ નોંધાવતા હોય છે
પ્રાપ્ત વિગતો મુજબ ભગવાન જગન્નાથના મામેરાને લઈ અમદાવાદના સરસપુર વિસ્તારમાં 147મી જગન્નાથ યાત્રાની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. કેટલાક યજમાનો દ્વારા મામેરુ ભરવા માટે નામ નોંધાવવામાં આવ્યા હતા. રણછોડરાય મંદિરમાં ટ્રસ્ટીઓની હાજરીમાં ચિઠ્ઠી ઉછાળીને ડ્રો કરવામાં આવ્યો હતો. ડ્રોમાં વિનોદ પ્રજાપતિનું નામ ખુલ્યું છે.
ઉલ્લખનિય છે કે, પ્રજાપતિ પરિવારનું નામ આવતા પરિવારમાં ઘણો ઉત્સાહ જોવા મળ્યો. ઉલ્લેખનિય છે કે, મામેરુ કરવા યજમાનો વર્ષોથી પ્રતિક્ષા કરતા હોય છે.યજમાન બનવા માટે એડવાન્સ બુકીંગ કરવામાં આવતું હોય છે.