અમદાવાદ : અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદાનને લઈ લોકોમાં વધુમાં વધુ જાગૃતિ આવે તે માટે નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે.વધુમાં વધુ લોકો મતદાન કરે અને ખાસ કરીને યુવાનો મતદાન પર્વમાં ભાગ લે તેવા હેતુથી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ઠેર-ઠેર વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરાઇ રહ્યું છે.
અમદાવાદ જિલ્લામાં આગામી તા.7મી મે, 2024ના રોજ યોજાનારી લોકસભા સામાન્ય ચૂંટણીને અનુલક્ષીને ‘મતદાન જાગૃતિ’ અન્વયે અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અવનવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં રમાયેલ આઇપીએલ મેચ જોવા મોટી સંખ્યામાં પ્રેક્ષકો આવ્યા હતા તેવામાં જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ‘મતદાન જાગૃતિ’ માટે સ્ટેન્ડી, વિવિધ પોસ્ટર્સ અને બેનર સ્ટેડિયમમાં અનેક ઠેકાણે મૂકવામાં આવ્યા હતા. મતદાન અંગે લોકોમાં અને ખાસ કરીને યુવાનોમાં જાગૃતિ લાવવાનો આ સ્તુત્ય પ્રયાસ હતો.
Voting awareness during #IPL2024 at Ahmedabad
.#IVoteforSure #MeraVoteDeshkeliye #ChunavKaParv #DeshKaGarv #Election2024 #EveryVoteCounts #DemocracyMatters #VotingRights #VoiceYourChoice #ElectionAwareness #MakeYourVoiceHeard #VotingIsPower #CivicDuty #YourVoteYourVoice pic.twitter.com/Y0Wicbo0jb— Chief Electoral Officer, Gujarat (@CEOGujarat) March 31, 2024
યુવાનોથી લઈને તમામ લોકો મતદાન પર્વમાં સહભાગી થાય તેવા ઉદ્દેશ સાથે અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરાયેલો આ અનોખો પ્રયાસ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. વધુમાં સ્ટેડિયમમાં ચાલી રહેલી મેચ દરમિયાન વિશાળ LED સ્ક્રીન પર પણ ‘મતદાન જાગૃતિ’ અંગેનો મેસેજ અપાયો હતો.
સ્ટેડિયમમાં ઉપસ્થિત યુવાનોથી લઈ તમામ લોકોએ ઉત્સાહભેર સ્ટેન્ડી, પોસ્ટર્સ અને બેનર સાથે ફોટો પડાવી ‘અચૂક મતદાન કરીશું’નો જુસ્સો દર્શાવ્યો હતો.અમદાવાદ શહેર તથા જિલ્લામાં મહતમ લોકો મતદાન પર્વમાં સહભાગી થાય તે દિશામાં અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર કાર્યરત છે.