અમદાવાદ : લોકસભાની ચૂંટણીને લઈને પોલીસ સતત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર નજર રાખી રહી છે ત્યારે રાજસ્થાનથી અમદાવાદ લકઝરીમાં દારૂ લાવનાર ત્રણ આરોપીઓ ઝડપાયા છે. સ્ટેટ મોનીટરીંગ સેલે (SMC) 588 દારૂની બોટલ સાથે આરોપીઓને ઝડપીને લક્ઝરી બસ કબ્જે કરી છે. આ સમગ્ર મામલે રાણીપ પોલીસ સ્ટેશનમાં ગુનો નોધાવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ સ્ટેટ મોનીટરીંગ સેલે બાતમીના આધારે RTO સર્કલ પાસે એક લક્ઝરી બસ રોકી હતી, જેમાં તપાસ કરતા 588 ઇંગ્લિશ દારૂની બોટલ મળી આવી હતી, જેની કિંમત 1,20,960 રૂપિયા છે. દારૂ સાથે દિલીપસિંહ ઉર્ફે દલપતસિંહ દેવડા, વિક્રમ કુમાર ગરાડ અને ચંગાલાલ માલી નામના ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.
ત્રણેય શખસો રાજસ્થાનથી લક્ઝરી બસમાં દારૂ લાવ્યા હતા. આ દારૂ અમદાવાદના વ્યક્તિને આપવાના હતા. દારૂ મોકલનાર અભિમન્યુસિંહ અને દારૂ મંગાવનાર આરોપીઓ ફરાર છે જેની તપાસ ચાલુ છે.SMC એ આરોપીઓને ઝડપીને દારૂ,રોકડ સહિત સહિત 31.60 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.