અમદાવાદ : અમદાવાદનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં એક ડ્રાઈવર તેની ઓટો રિક્ષા સાથે ખતરનાક સ્ટંટ કરી રહ્યો છે. આરોપીની ઓળખ વટવા રોડના રહેવાસી તરીકે થઈ છે. વાયરલ વીડિયો ધ્યાને આવતા ટ્રાફિક પોલીસે રીક્ષાચાલકની ધરપકડ કરી છે.
ઓટોરીક્ષામાં ભયજનક સ્ટંટ કરતો
વિડિયો વાયરલ થયેલ જે ઓટોરીક્ષા ચાલક વિરૂધ્ધ “જે” ટ્રાફિક પો.સ્ટે. દ્વારા
ઇ.પી.કો કલમ ૨૭૯, એમ.વી.એકટ કલમ ૧૭૭, ૧૮૪ મુજબ ગુનો નોંધવામાં આવેલ છે.
તેમજ રીક્ષા ચાલકનું ડ્રાઇવિંગ લાયસન્સ રદ્દ કરવા આર.ટી.ઓ. ને રીપોર્ટ કરેલ છે@sanghaviharsh pic.twitter.com/cVZ6ThfHsv— Ahmedabad Police અમદાવાદ પોલીસ (@AhmedabadPolice) April 8, 2024
પ્રાપ્ત રિપોર્ટ મુજબ વાયરલ થયેલા વિડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આરોપી ઓટો રિક્ષા (GJ-27, TE-1387)ને અહીં ત્યાં વધુ સ્પીડમાં લઈ જઈ રહ્યો છે. ઓટો રિક્ષાની પાછળની સીટ પર એક છોકરી અને એક છોકરો બેઠા છે. જેમાં છોકરી રિક્ષા પર લટકીને બેફામ સ્ટંટ કરતી હોય તેમ લાગે છે. જે ખૂબ જ ખતરનાક લાગે છે.આરોપીની ધરપકડ કર્યા બાદ પોલીસે તેની ઓટો પણ જપ્ત કરી લીધી હતી. ટ્રાફિક પોલીસે સ્ટંટમેન મોહમ્મદ અખલાક સામે IPC 279 અને મોટર વ્હીકલ એક્ટ 177, 184 હેઠળ કેસ નોંધ્યો છે. મોટર વાહન અધિનિયમ હેઠળ, તેનું ડ્રાઇવિંગ લાઇસન્સ જપ્ત કરવામાં આવ્યું હતું અને તેને રદ કરવા માટે અમદાવાદ આરટીઓને મોકલવામાં આવ્યું છે.
અમદાવાદ ટ્રાફિક પોલીસે લોકોને અપીલ કરી છે કે આવા સ્ટંટથી કોઈપણ વ્યક્તિનો જીવ પણ જઈ શકે છે. રસ્તાઓ પર આવા ખતરનાક સ્ટંટ ન કરો. જો કોઈ આવું કરતું જોવા મળશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
જોકે આજકાલ સોશિયલ મીડિયામાં સ્ટંટના વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યા છે. અને જેમાં પણ સુરત અને વડોદરા, રાજકોટ, અમદાવાદમાં વધુ સ્ટંટ માટે ફેમસ બનતું જઈ રહ્યું છે. જોકે સુરત પોલીસે આવા સ્ટંટબાજોને અટકાવવા માટે હેલ્પલાઈન નંબર પણ જાહેર કર્યો હતો, પરંતુ આવા સ્ટંટબાજોને પોલીસનો કોઈ ડર ન હોય તેવું લાગી રહ્યું છે.