ગાંધીનગર : બોર્ડ દ્વારા પેપર ચકાસણીની કામગીરી ઝડપથી શરૂ કરવામાં આવી હતી. જેની કામગીરી આજે પૂર્ણ થવા પામી છે. હવે બોર્ડ દ્વારા પરિણામ તૈયારી કરવાની તજવીજ હાથ ધરી છે. એપ્રિલ મહિનાનાં છેલ્લા અઠવાડિયામાં બોર્ડ દ્વારા પરિણામ જાહેર કરવામાં આવે તેવી શક્યતાઓ રહેલી છે. આ વર્ષે લોકસભા ચૂંટણીને કારણે બોર્ડ દ્વારા એક મહિનાં જેટલું વહેલું પરિણામ જાહેર કરવામાં આવનાર છે.
ધોરણ 10 અને 12ની પરીક્ષાના પેપર ચકાસણીની કામગીરી આજે પૂર્ણ થવા જઈ રહી છે. ત્યારે હવે શિક્ષણ બોર્ડ દ્વારા પરિણામ તૈયાર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરાશે. લોકસભાની ચૂંટણીના કારણે પરિણામ વહેલું જાહેર કરવામાં આવશે. બોર્ડના અધિકારીનાં જણાવ્યા અનુસાર, આ વર્ષે ચૂંટણીના કારણે પરિણામ એક મહિના જેટલો સમય વહેલા જાહેર કરવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે એપ્રિલ અંત સુધીમાં પરિણામ જાહેર કરવામાં આવશે.પરિણામ વહેલા જાહેર કરવામાં આવતા વિદ્યાર્થીઓના આગળના અભ્યાસ માટેની પ્રક્રિયા પણ ઝડપથી થશે.
ગુજરાત બોર્ડ દ્વારા મે મહીનાનાં અંતમાં અથવા જૂન મહિનાની શરૂઆતમાં જ બોર્ડનું પરિણામ અત્યાર સુધી જાહેર કરવામાં આવ્યા છે. આ વર્ષે લોકસભાની ચૂંટણીનાં કારણે બોર્ડ દ્વારા પરિણામ એક મહિનો વહેલું જાહેર કરવામાં આવશે, તેવું જાણવા મળી રહ્યું છે.