અમદાવાદ : લોકસભામાં ભાજપનો ગઢ ગણાતું ગુજરાતમાં ફરી ભગવો લહેરાય એ માટે ખુદ PM નરેન્દ્ર મોદી મેદાને ઊતરશે. ગુજરાતના ચારેય ઝોનમાં નરેન્દ્ર મોદી સભા કરશે એવું જાણવા મળ્યું છે. ગુજરાતમાં ચારથી વધુ સભા કરે એવી શક્યતા છે, જેમાં રૂપાલાનો વિરોધ શાંત કરવા પહેલી સભા રાજકોટમાં કરે એવી શક્યતા છે. સભાની સાથે રેલી, રોડ-શોનું પણ આયોજન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત મીડિયા રિપોર્ટ મુજબ PM નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ ગોઠવાઈ ગયો છે.19 એપ્રિલ બાદ વડાપ્રધાન મોદી ગુજરાતમાં ઝાંઝાવતી પ્રવાસ શરુ કરશે. તેઓ ગુજરાતમા ચારેય જોનમાં પ્રવાસ કરશે આ દરમિયાન છ થી વધુ જાહેર સભાને સંબોધિત કરશે. એક દિવસમાં બે સભા તથા એક રોડ શો નું આયોજન કરવા બાબતે પ્લાનિંગ ચાલી રહ્યો હોવાની વિગતો સામે આવી છે. શહેરી વિસ્તારોમાં રોડ શો તથા ગ્રામ્ય વિસ્તારોમાં સભાનું આયોજન કરવામા આવી રહ્યુ છે.
ગુજરાતના ચારેય ઝોનમાં નરેન્દ્ર મોદી સભા કરી આખા રાજ્યને કવર કરશે. એમાં પહેલી સભા 22 એપ્રિલે રાજકોટમાં કરે એવું મીડિયા રિપોર્ટ જણાવી રહ્યા છે, કારણ કે રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદનને લઈ ગુજરાતભરના ક્ષત્રિયો વિરોધ કરી રૂપાલાની ટિકિટ રદ કરવા માગ કરી રહ્યા છે. ત્યારે નરેન્દ્ર મોદી આ વિરોધને શાંત કરવા મેદાને ઊતરશે.સભાની સાથે રેલી, રોડ-શોનું પણ આયોજન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.
તમને જણાવી દઈએ કે રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદનને લઈ ગુજરાતભરના ક્ષત્રિયો વિરોધ કરી રહ્યા છે અને રુપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી રહ્યા છે. ક્ષત્રિયોને મનાવવાના તમામ પ્રયાસો નિષ્ફળ ગયા છે. ત્યારે આ આંદોલન માત્ર રૂપાલા પુરતુ જ નહીં રહેતા હવે ભાજપ વિરુદ્ધ પણ બની ગયું છે. જેના કારણે ભાજપને લોકસભાની ચૂંટણીમાં નુકસાન થઈ શકે છે.ત્યારે PM મોદી રાજકોટની મુલાકાત આ વિવાદને ઠારવામા કેટલા સફળ થાય છે તે તો આવનારો સમય જ બતાવશે.