ગાંધીનગર : લાંબા સમયથી પેન્ડિંગ પડેલી IPS અધિકારીઓની બદલીનો આદેશ આખરે છૂટ્યો છે.રાજ્યમાં 35 IPS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. વિગતો મુજબ સુરતના કમિશનર તરીકે અનુપમસિંહ ગેહલોતની નિમણૂક કરાઇ છે. આ તરફ જે.આર.મોથલિયાને અમદાવાદના રેન્જ IG બનાવાયા તો વડોદરાના નવા પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર બન્યા છે.
IPS Promotion-Transfer Order 14.04.2024
Selection Grade Promotion Order 14.04.2024
પ્રાપ્ત રિપોર્ટ મુજબ રાજ્ય સરકાર દ્વારા IPS અધિકારીઓની પેનલનું લિસ્ટ ચૂંટણી પંચને આપવામાં આવ્યુ હતું. ચૂંટણી પંચ દ્વારા ગણતરીના સમયમાં આ બદલીના આદેશ કરવામાં આવ્યો છે. લાંબા સમય બાદ સુરત શહેરને મળશે નવા પોલીસ કમિશનર મળ્યા છે. આવી અનેક ખાલી જગ્યાઓ ઉપર IPS અધિકારીઓને નિમણૂંકનો આદેશ ચૂંટણી પંચ દ્વારા કરાયો છે.