21 C
Gujarat
Friday, December 27, 2024

નવા વાડજના રશ્મિભાઈ ગજ્જરની ચીર વિદાયથી એક નિ:સ્વાર્થ સેવક ગુમાવ્યો, સાચા સેવકને શ્રદ્ધાંજલિ

Share

અમદાવાદ : સેવા કરવાની ભાવના એ આજના સમયમાં બહુ જૂજ જોવા મળતો સદગુણ છે અને એ પણ કોઈ સ્વાર્થ વિના વર્ષોના વર્ષો જાત ઘસી નાખવી અને બસ એ જ સેવાકર્મને જીવન કર્મ બનાવવું એ કોઈ સામાન્ય જીવ માટે શક્ય નથી. નવા વાડજ વિસ્તારના રોનક પાર્કમાં રહેતા સ્વ. રશ્મિભાઈ ભીખાભાઇ ગજ્જરે આ સેવાયજ્ઞને સાર્થક કરી બતાવ્યો છે.

1994 માં વ્યાસવાડી પગપાળા સંઘની સ્થાપના થઈ ત્યારથી, સંઘના એક મોભી તરીકે પોતે સતત નાનાથી લઈને મોટી અનેક સેવા આપવી અને વડીલ હોવા છતાં સંઘના દરેક સેવકો માટે એક આદર્શ સેવક બનવું શ્રી રશ્મિ ભાઈના સેવાયજ્ઞમાં દીપાયમાન થતું.. ભાદરવી પૂનમ આવે એટલે એક મહિના પહેલા જ સંઘની બેઠક હોય તે જગ્યાએ પહેલા હાજર થઈ જવું; પોતે સાવરણી લઈ અને તેની સાથ-સફાઈ કરવી તથા સંઘના આગેવાનોને ફોન કરી સામેથી બોલાવવા અને સંઘના સફળ આયોજન માટે દરેકને પ્રોત્સાહિત કરવા એ શ્રી રશ્મિભાઈ સંઘ પ્રત્યે પોતાનું પહેલું સમર્પણ સમજતા. તદુપરાંત માતાજીના રથ શણગાર માટે અને વ્યાસવાડી ચોકના શણગાર માટે લાઇટિંગ તેઓ પોતે કરતા. સંઘમાં માત્ર સેવા નહિ પરંતુ ચાલતા સંઘ સાથે માતાજીનો રથ ખેંચી અંબાજી જવું અને રસ્તામાં પણ વિવિધ સેવા કરતા રહેવું એ સ્વ. રશ્મિભાઈના પરગજુ સ્વભાવની આદત હતી. જમણવાર હોય ત્યારે જમીને બધા આરામ કરવાનું પસંદ કરે ત્યારે સ્વ. રશ્મિભાઈ ભોજનની થાળીઓ લૂછી તેને ગણી અને ગોઠવવાની જવાબદારી માથે રાખતા.

આ ઉપરાંત છેલ્લાં ચાર વર્ષથી વધુ સમયથી અખબારનગર સર્કલ ખાતે કાર્યરત એવું ‘હર હર મહાદેવ’ અન્ન ક્ષેત્રમાં રહેલી સવારે હાજર ભુખ્યાને પોતાના હસ્તે પ્રસાદ આપવાની સેવા પણ યાદગાર રહી છે, ‘હર હર મહાદેવ’ અન્ન ક્ષેત્રના સેવાકાર્યમાં સતત અને સંપૂર્ણ સહકાર આપતા રહ્યા. ‘તેઓ નાનામાં નાના માણસને કઇ રીતે મદદરૂપ થાય તે માટે હંમેશા તત્પર રહેતા.’

તાજેતરમાં ગોતા જવાના માર્ગે શ્રી વિશ્વકર્મા ભગવાનના મંદિર પાસે એક છાશ કેન્દ્ર ઉનાળાને ધ્યાનમાં રાખી ત્યાંના રહીશોએ ઉભું કર્યું. છાશ તો રહીશો પૂરી પાડતાં પરંતુ ખરી બપોરે ત્યાં છાશ પીરસવા બેસે કોણ? અને ત્યારે એ શુભકાર્ય સ્વ.રશ્મિભાઈએ હાથમાં લીધું.રોજ સવારે નવા વાડજ થી બસમાં બેસી છાશ કેન્દ્ર પર જવું અને બપોરે આવતા જતા તરસ્યા રાહગીરોને છાશ પીવડાવવાની સેવા આપવી એ એમના જીવ માટે હાશકારો આપનાર સેવા હતી.. અને કદાચ એટલે જ હનુમાનદાદાના પરમભક્ત શ્રી રશ્મિભાઈને વૈકુંઠ જવાનો સમય થયો તે પહેલા તેમને ખાડિયા વિસ્તારના ચમત્કારી હનુમાનજીના દર્શન કરવાનો લ્હાવો મળ્યો.. દર્શન કરીને ઘેર આવ્યા અને હાર્ટ એટેકથી સેવાર્થી જીવ મોક્ષ પામ્યો.. શ્રી રશ્મિભાઈ જીવનની દરેક પળને જીવવામાં માનતા અને એટલે જ જીવ છોડવાના સમયે તેમણે જીવેલા જીવનના સંસ્મરણો તેમને મુમુક્ષુ જીવ તરીકે ઈશ્વરના શરણે સાવ સહજતાથી દોરી ગયા. તેમના ધર્મપત્ની શ્રીમતી કુસુમબેનને પણ વંદન કરવા રહ્યા કે તેઓ સ્વ.રશ્મિભાઈના સેવાકાર્યમાં સતત અને સંપૂર્ણ સહકાર આપતા રહ્યા.

આપણામાંથી એક પણ જીવ જો સ્વ. રશ્મિભાઈની જીવન યાત્રામાંથી પાઠ શીખે તો આપણું જીવન પણ એ ધન્યતને માર્ગે પ્રસ્થાન કરે અને સંઘને રશ્મિભાઈની ખાલી પડેલ જગ્યા માટે એક સેવક ઉપલબ્ધ થઈ જાય અને એ જ ચોક્કસ પણે સ્વ. રશ્મિભાઈને સાચી શ્રદ્ધાંજલિ હશે.
આમીન

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles