ખેડા : રાજ્યમાં અકસ્માતોની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે. ત્યારે સૌથી વધુ રક્તરંજીત બનેલો અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર અકસ્માતની ભયંકર ઘટના બની છે જેમાં 8થી 10 લોકોના મોત થયા હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળે છે.અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર નડિયાદ પાસે મારુતિ અર્ટિગા કાર એક ટેન્કરની પાછળ ઘુસી જતા કારમાં સવાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. એક્સપ્રેસ વે પર પૂરપાટ ઝડપે જતી કાર ટેન્કરની પાછળ આંખના પલકારામાં ઘુસી ગઈ હતી અને લોકોને બચવાની કોઈ તક મળી ન હતી.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર નડિયાદ પાસે ગમખ્વાર અક્સ્માત સર્જાયો છે. કેટલાક લોકોએ તરત પોલીસને જાણ કરી હતી અને ક્રેઈન બોલાવીને ટેન્કર નીચેથી કારને બહાર કાઢવામાં આવી હતી. આ ઘટનામાં લગભગ આઠ લોકો તો ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હોવાનું કહેવામાં આવે છે જ્યારે બીજા લોકો સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા હતા.જાણવા મળી રહ્યું છે કે ટ્રેલરની પાછળ કાર ઘુસી જતા આ ગોઝારી ઘટના બની છે. વડોદરાથી અમદાવાદ તરફ કાર જઈ હતી. જ્યાં આ અકસ્માત નડ્યો છે.
આ અક્સ્માત થતાં જ 108ની બે એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, સાથે જ એક્સપ્રેસ હાઈ-વેની પેટ્રોલિંગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.અકસ્માતગ્રસ્ત કાર અમદાવાદ પાસિંગની છે. તેનો નંબર GJ27 EC 2578 ફોટોગ્રાફમાં જોઈ શકાય છે. મૃતકોની ઓળખ મેળવવા માટે પોલીસે કારના નંબર અને આધારકાર્ડની વિગતના આધારે તપાસ હાથ ધરી છે.